Wed Apr 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 14 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-14 07:34:18
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-14 22:05:15

ભારતીય હૉકી મહિલા ટીમ હારીને પણ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ

હૈદરાબાદમાં શનિવારે ભારતની મહિલા હૉકી ટીમ એફઆઇએચ વિમેન્સ હૉકી વર્લ્ડ ક્વૉલિફાયર રાઉન્ડની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે 0-2થી હારી ગઈ એમ છતાં આ વર્ષે નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં રમાનારાં વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ હતી. હૉકી જગતમાં ભારતીય મહિલા ટીમની નવમી અને ઇંગ્લૅન્ડની છઠ્ઠી રૅન્ક છે.

2026-03-14 18:50:24

દેશમાં એલપીજી ગેસના કાળાબજારીઓ સામે કેન્દ્ર સરકારની કાર્યવાહી, અનેક સ્થળોએ છાપેમારી

મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના પગલે ભારતમાં એલપીજીના પુરવઠા મુદ્દે સરકાર સતર્કતા વધારી રહી છે. તેમજ સરકારે હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પણ રોક લગાવી છે. જોકે, તેમ છતાં લોકો દ્વારા રાંધણ ગેસના બુકિંગના અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. જોકે, સરકાર ગેસના કાળા બજારને રોકવા અનેક સ્થળોએ છાપેમારી પણ કરી રહી છે.

2026-03-14 17:50:05

ભારતને ઉત્તર-પૂર્વમાંથી મળ્યો પ્રથમ ચેસ ગ્રેન્ડમાસ્ટર

આસામમાં ગણતરીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવશે અને એ ટાંણે આ રાજ્યના ટૅલન્ટેડ ચેસ ખેલાડી મયંક ચક્રબર્તીએ અનેરી સિદ્ધિ મેળવી છે. તે દેશનો એવો પહેલો ચેસ ખેલાડી છે જે ઉત્તર-પૂર્વ પ્રાન્તમાંથી ચેસનો ગ્રેન્ડમાસ્ટર (જીએમ) બન્યો છે. તે દેશનો 94મો અને નૉર્થ-ઈસ્ટનો સૌપ્રથમ ગૅ્રન્ડમાસ્ટર છે. 17 વર્ષનો મયંક આસામના ગુવાહાટી શહેરનો છે. તે 2024માં ઇન્ટરનૅશનલ માસ્ટર (આઇએમ) બન્યો હતો. તેણે આઠ જ મહિનામાં જીએમ બનવા માટે જરૂરી ત્રીજું અને અંતિમ નૉર્મ તાજેતરમાં મેળવી લીધું હતું. તેણે સ્વિડનના ફિલિપ લિન્ડગ્રેનને પરાજિત કરીને ત્રીજું નૉર્મ હાંસલ કર્યું હતું.

2026-03-14 16:53:13

ઈરાને ટ્રમ્પને આપી મોટી ધમકી

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે હવે ઈરાને અમેરિકાનો મોટી ધમકી આપી છે. ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલા તેલ સ્થાપનોને ખતમ કરી દેવાની મોટી ધમકી આપી છે. ઈરાને કહ્યું કે, જો તેની સામે હુમલા ચાલુ રહેશે તો તે મોટી કાર્યવાહી કરશે.

2026-03-14 16:36:05

અમેરિકા ઈરાન યુદ્ધની અસર, ઇન્ડિગો બાદ હવે અકાસા એર દ્વારા પણ ફ્લાઈટના ભાડામાં વધારો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે એવિએશન જેટ ફ્યુઅલના ભાવમાં વધારો થયો છે. જેના પગલે એરલાઈન કંપનીઓએ એક પછી એક ટિકિટના ભાવમાં વધારો કરવાની શરુઆત કરી છે. જેમાં ઇન્ડિગોએ આજથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ટિકિટના ભાવ વધાર્યા છે. જેની બાદ હવે અકાસા એર દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટોના ભાવ  પર ઇંધણ સરચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો  ₹199  ₹1,300 સુધીનો હશે.

2026-03-14 15:49:01

અમેરિકા ઈરાન યુદ્ઘ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાનો વધારો

મિડલ ઈસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન હુમલો કર્યા બાદ યુદ્ધ વધુ વકર્યું છે. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં માત્ર 15 દિવસમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. તેમાં પણ ઈરાન દ્વારા  હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાળવી રાખતા સ્થિતી વધુ વિકટ બની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાઈ ચેનને પણ અસર થઈ છે.

2026-03-14 11:20:52

રાજકોટ એઈમ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

રાજકોટ એઈમ્સમાં અભ્યાસ કરતા મૂળ રાજસ્થાનના એક આશાસ્પદ વિદ્યાર્થીએ માનસિક બીમારીથી કંટાળીને ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ રતનકુમાર મોહનલાલ મેઘવાળ તરીકે થઈ છે. જે એઈમ્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો.

2026-03-14 10:42:25

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ હુમલો

ઈરાકની રાજધાની બગદાદના અતિ સુરક્ષિત ગણાતા 'ગ્રીન ઝોન'માં સ્થિત અમેરિકી દૂતાવાસ પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો થયો છે. હુમલાખોરોએ દૂતાવાસ પરિસરમાં આવેલા હેલીપેડને નિશાન બનાવી મિસાઈલ દાગી હતી, જ્યારે એક આત્મઘાતી ડ્રોન દ્વારા દૂતાવાસની રડાર સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રીન ઝોનને સીલ કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી અમેરિકી પક્ષે કોઈ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ કરી નથી

2026-03-14 10:21:59

આંતરજ્ઞાતિય લગ્નના વિવાદ વચ્ચે કિંજલ રબારી ઘરે પરત ફરી

ગુજરાતી સિંગર કિંજલ રબારીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. જેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કિંજલ રબારી તેના ઘરે પરત ફરી છે. રબારી સમાજના રોષ બાદ તે માતા-પિતાના ઘરે પરત ફરી છે. ઉલ્લેખનીય છે કે કિંજલ રબારીએ આંજણા ચૌધરી યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

2026-03-14 09:20:59

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર

એક તરફ મિડલ ઇસ્ટ માં ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ અત્યંત ગંભીર છે, તો બીજી તરફ ભારત માટે આજે એક સારા સમાચાર આવ્યા છે. યુએઈથી 3100 ટન બિટુમેનનો જથ્થો લઈને રવાના થયેલું માલવાહક જહાજ 'ચેંગ એક્સ'  કર્ણાટકના કારવાર બંદર પર સુરક્ષિત રીતે આવી પહોંચ્યું છે.

2026-03-14 07:44:31

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાની સેનાએ ઈરાનના ખાર્ગ દ્વીપ પર બોમ્બમારો કરીને તમામ સૈન્ય ઠેકાણા સંપૂર્ણ નષ્ટ કર્યા છે. આ હુમલો અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ ઈરાનમાં ઉભા થઈ રહેલા ખતરાને ઓછો કરવાનો હતો.