નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટ દેશમાં ધીમે ધીમે સક્રિય થઈ રહી હોય એવો માહોલ જોવા મળ્યો છે. કોક્રોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, જે વાયદાઓ જંતરમંતર વિરોધ પ્રદર્શન વખતે સરકારે કરેલા હતા એને સંપૂર્ણ રીતે પૂરા કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન ખતમ કરવા માટે સરકારે વાયદા કર્યા હતા જે પૂરા ન થતા કોક્રોચ જનતા પાર્ટીએ સરકારને યાદ અપાવ્યું છે. પ્રેશર ગ્રૂપે કેન્દ્ર પર યુવાનોને છેત્તરવાનો અને ભરોસો તોડવાનો આરોપ લગાવ્યો હતો.
સરકાર વાયદો કરીને ભૂલી ગઈ
કોક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે, સરકાર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ સમયે વાયદા કરી રહી હતી, હવે રસ્તાઓ ખાલી થયા બાદ એ વાયદાનું પાલન કરતી નથી. ભારતીય યુવાનોને કરેલા વાયદાઓનું અક્ષરશઃ અને એની ભાવનાને અનુરૂપ વાયદાનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ સમયે થયેલી પોલીસ ફરિયાદને રદ્દ કરવા માટે કોર્ટે વારંવાર ટકોર કર્યા બાદ પણ હજુ સુધી સરકારે કોઈ લીસ્ટ જાહેર કર્યું નથી.
કોક્રોચ જનતા પાર્ટીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશની સરકાર યુવા પેઢી સાથે છેત્તરપિંડી કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે સરકારે જ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ વખતે વાયદાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે આંદોલન સમેટવા માટે પણ કહ્યું હતું. હવે કરવામાં આવેલા વાયદાથી તેઓ ફરી રહ્યા છે. હવે એનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે જે દેશના યુવાનોના ભરોસા તોડવા બરોબર છે.
પોતાનો અવાજ ઊઠાવતી રહેશે
પોતાની વાત આગળ કરતા કોક્રોચ જનતા પાર્ટીએ કહ્યું હતું કે, ફરીથી જંતરમંતર જેવું આંદોલન થઈ શકે. આ સિવાય ગ્રૂપ તરફથી પણ સ્પષ્ટ કરાયું કે, આગળની કાર્યવાહી 24 ઓગસ્ટના રોજ થનારી એક બેઠકમાં નક્કી કરાશે.આ ગ્રૂપ પણ આંદોલનમાં જોડાશે એવી ખાતરી પણ આપવામાં આવી રહી છે. જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, યુવા, નાગરિકો તથા સમર્થકોને જોડવામાં આવશે. 24 ઓગસ્ટના રોજ થનારી એક મહાબેઠકમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે અને સરકાર પાસે જવાબ માગવામાં આવશે. કોક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનના કારણે જ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. પણ યુવા પેઢીને તમે કરેલા વાયદા જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી યુવાપેઢી શાંતિથી જ બેસી રહેશે અને પોતાનો અવાજ ઊઠાવતી રહેશે.