નવી દિલ્હીઃ ભારતે 2026 એશિયન ગેમ્સાં પહેલો મેડલ જીતી લીધો છે. રવિવારે યોજાયેલી શુટિંગ ટુર્નામેન્ટમાં સોનમ મસ્કાર, ઈલાવેનિય વાલારિવન અને વિદર્સ વિનોદે મહિલા કેટેગરીની 10 મીટરની રાઈફલ શુટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી લીધો છે. ફાઈનલ રાઉન્ડ બાદ ભારતનો સ્કોર 1898.0નો રહ્યો હતો. ભારતની સાથે પાડોશી જેશ ચીનની ખેલાડીએ પણ મેડલ જીતી લીધો હતો. જેણે 1904.2નો સ્કોર કર્યો હતો.
ખરાબ શોટે બગાડી ગેમ
કોરિયાની ખેલાડી અંતિમ સમય સુધી મેડલની રેસમાં હતી પણ ચુ યેનબેયોલે ખૂબ જ ખરાબ શોટ માર્યો હતો. ભારત માટે સૌથી મોટો સ્કોર સોનમ મસ્કારે કર્યો હતો. તેનો વ્યક્તિગત ક્વોલિફિકેશન 634.1 સ્કોર સાથે કુલ ચોથા સ્થાન પર રહી હતી. જ્યારે ઈલાવેનિલ ચોથા સ્થાન પર રહી હતી જેનો સ્કોર 633.5 રહ્યો હતો.
ચીને 1904.2ના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતે 1898.0ના અંતિમ સ્કોર સાથે બ્રોન્ઝ મેળવ્યો. દક્ષિણ કોરિયા અંતિમ ક્ષણોમાં ચંદ્રક જીતવાથી વંચિત રહી ગયું, જેનાથી જાપાન 1897.1ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક મેળવવામાં સફળ રહ્યું; કોરિયાનો સ્કોર 1895.8 રહ્યો.
એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ ચંદ્રક
1904.2 - ચીન (ગોલ્ડ), 1898.0 - ભારત (સિલ્વર), 1897.1 - જાપાન (બ્રોન્ઝ) સાથે સ્કોર બોર્ડ ફરતું રહ્યું હતું. સોનમ મસ્કર, ઈલાવેનિલ વલારિવન અને વિથર્સ વિનોદે સત્તાવાર રીતે 2026ની એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. જોકે, ભારત માટે વાસ્તવમાં સૌપ્રથમ ચંદ્રક મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઈટર સુચિકા તરિયાલે નિશ્ચિત કર્યો હતો. મહિલાઓની 60 કિગ્રા ઈવેન્ટની સેમી-ફાઈનલમાં પહોંચીને તેણે ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક તો સુનિશ્ચિત કરી જ લીધો છે.
ભારતે એશિયન ગેમ્સમાં શુટિંગથી સારી એવી શરૂઆત કરી દીધી છે અને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. વર્ષ 2022માં એશિયન ગેમ્સે કુલ મળીને 22 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતીય એથલીટ આ આંકડાને ક્રોસ કરવા માટે પ્રયાસ કરશે. એક નવો માઈલસ્ટોન બનાવવા માટે મેદાન પર ઊતરશે. ચાર વર્ષ પહેલા ભારતે શુટિંગમાં 7 ગોલ્ડ અને 9 સિલ્વર તથા 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ભારતનું સ્થાન હાલમાં છઠ્ઠુ
એશિય ગેમ્સના ટોટલ રેંકમાં ભારતનું સ્થાન હાલમાં છઠ્ઠુ રહ્યું છે. જ્યારે ચીન 7 મેડલ જીતી ચૂક્યો છે. જ્યારે જાપાન 5 મેડલ જીતી ચૂક્યો છે. કઝાકિસ્તાન અને દ.કોરિયા જેવા દેશ ભારત કરતા આગળ રહ્યા છે. શૂટિંગ સ્પર્ધાઓ શરૂ થાય તે પહેલાં જ સુચિકા તરિયાલે ભારત માટે મેડલ નિશ્ચિત કરી લીધો હતો. એશિયન ગેમ્સમાં મહિલાઓની પરંપરાગત 60 કિગ્રા વર્ગની સ્પર્ધાની ક્વાર્ટર-ફાઇનલમાં મંગોલિયાની અલ્તાનચિમેગ બાગેલમાને 2-0થી હરાવીને તે સેમી-ફાઇનલમાં પહોંચી હતી.
આ જીતને કારણે તરિયાલ માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત થયો છે અને સાથે જ એશિયન ગેમ્સમાં 'મિક્સ્ડ માર્શલ આર્ટ્સ'ના પદાર્પણમાં ભારતનું પોડિયમ ફિનિશ (મેડલ જીતવું) પણ પાકું થયું છે. જો તે સેમી-ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરે, તો તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની ઉત્તમ તક છે.