Tue Oct 06 2026

Logo

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમનીને લઈને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ શું કહ્યું??

2026-09-22 12:46:00
Author: Darshana Visaria
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમનીને લઈને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ શું કહ્યું??

ભારતીય ફિલ્મ જગતના સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત એવા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ' (National Film Awards)ને લઈને કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પરંપરાગત રીતે માત્ર દેશની રાજધાની નવી દિલ્હી પૂરતા સીમિત રહેતા આ એવોર્ડ સમારોહને હવે દેશના વિવિધ રાજ્યો અને સાંસ્કૃતિક-પર્યટન સ્થળો સુધી લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને તેમજ જાહેર અપીલ કરીને તેમના શ્રેષ્ઠ પર્યટન સ્થળો (Tourist Destinations)ને આ ભવ્ય સમારોહના આયોજન માટે નોમિનેટ કરવા જણાવ્યું છે.

નેશનલ ફિલ્મ એવોર્ડ્સને સમગ્ર ભારતમાં વિસ્તારવાનો ઉદ્દેશ્ય:

એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના:
કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ફિલ્મ ઉદ્યોગ અને નેશનલ એવોર્ડ સેરેમનીને માત્ર દેશની રાજધાની દિલ્હી પૂરતા સીમિત ન રાખતાં દેશના ખૂણે-ખૂણે પહોંચાડવાનો છે, જેથી વિવિધ રાજ્યોની કળા, સંસ્કૃતિ અને સ્થાનિક ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે.

ગ્લોબલ ફિલ્મ ટુરિઝમને વેગ: 
વિશ્વભરમાં ભારતના વૈવિધ્યસભર લોકેશન્સને પ્રમોટ કરવા માટે આ પ્લેટફોર્મ ગેમચેન્જર સાબિત થશે. જ્યાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ યોજાશે તે સ્થળ દેશ-વિદેશના ફિલ્મ નિર્માતાઓ માટે આકર્ષક શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવશે

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતનું દરેક રાજ્ય પોતાની આગવી સુંદરતા, ઐતિહાસિક વિરાસત અને પર્યટન ક્ષમતા ધરાવે છે. તેમણે તમામ રાજ્ય સરકારોને પોતાના પ્રદેશના શ્રેષ્ઠ, સુવિધાસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ડેસ્ટિનેશન્સના નામ પ્રસ્તાવિત કરવા આમંત્રણ આપ્યું છે. 

આ અનોખા ઉપક્રમને કારણે પસંદગી પામેલા ડેસ્ટિનેશન પર દેશભરના ટોચના કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને સિનેમા સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેનાથી સ્થાનિક પ્રવાસન અને અર્થતંત્રને મોટો વેગ મળશે.

સ્થાનિક કલાકારો અને ટુરિઝમ સેક્ટર માટે સુવર્ણ તક:
વિવિધ રાજ્યોમાં આયોજન થવાથી પ્રાદેશિક સિનેમા (Regional Cinema)ના કલાકારો અને ટેકનિશિયનોને વિશેષ પ્લેટફોર્મ અને માન્યતા મળશે. આ ઉપરાંત જે પણ રાજ્યમાં આ એવોર્ડ યોજાશે ત્યાં હોટેલ ઉદ્યોગ, પરિવહન, સ્થાનિક હસ્તકળા અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.