ગુવાહાટીઃ ગુવાહાટી ટી એસોસિયેશને આસામ સરકારની ચા ઉદ્યોગ માટેની સુધારીત પ્રોત્સાહક સ્કીમને આવકારવાની સાથે સ્કીમને સિમા ચિહ્નરૂપ નીતિવિષયક પગલાં તરીકે લેખાવી છે.
એસોસિયેશને જણાવ્યું હતું કે `આસામ ટી ઈન્ડસ્ટ્રીઝ સ્પેશિયલ ઈન્સેન્ટિવ સ્કીમ (એટીઆઈએસઆઈએસ) 2020'ગુવાહાટી લિલામ યંત્રણાનું મહત્ત્વ વધશે. વધુમાં ગુવાહાટી ટી ઑક્શન બાયર્સ એસોસિયેશનનાં સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યું હતું કે આમા મહત્ત્વની જોગવાઈ એ છે કે નિકાસ માટે સિંગલ ઓરિજિન આસામ ક્વૉલિટી સીટીસી ચા પર કિલોદીઠ રૂ. ત્રણનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી અમુક અંશે આસામનાં સ્થાનિક ટ્રાન્સપોર્ટ ખર્ચ, ક્નટેનર રિપોઝિશનિંગ ખર્ચ અને ટર્મિનલ હેન્ડલિંગ ખર્ચ સરભર થશે.
વધુમાં નોટિફિકેશનમાં મહત્ત્વની બાબત એ છે કે ગુવાહાટી ટી ઑક્શન સેન્ટર દ્વારા વેચવાલીમાં આવતી સીટીસી ચાને પ્રોત્સાહન માટે ગુણવત્તાયુક્ત સીટીસી ચાની માન્યતા આપવામાં આવી છે જેનાથી સ્કીમ હેઠળ સંકળાયેલી ચાને મજબૂત સ્થાન મળે છે, એમ બિહાનીએ જણાવ્યું હતું. સુધારિત સ્કીમ હેઠળ ઓર્થોડોક્સ અને સ્પેશિયાલિટી ટી ઉત્પાદનની સબસિડી જે કિલોદીઠ રૂ. 10 હતી તે વધારીને રૂ. 15 કરવાની સાથે વાર્ષિક મહત્તમ મર્યાદા એકમ અથવા તો બગીચાદીઠ વધારીને રૂ. એક કરોડ કરવામાં આવી છે, સત્તાવાર રીતે માચા ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કાર્યકારી મૂડી પરનાં વ્યાજમાં મળતી રાહત જે રૂ. 15 લાખ હતી તે વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુધારિત એટીઆઈએસઆઈએસ 2020નું નોટિફિકેશન ગત શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું અને તેની મુદત આગામી 31મી માર્ચ, 2031 સુધી લંબાવવામાં આવી છે.
બહાનીએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા સીટીસી ચા લિલામ કેન્દ્રો પૈકી એક એવા ગુવાહાટી માટે નવી નિકાસ પ્રોત્સાહન યોજના હેઠળ લિલામના વેચાણને માન્યતા મળવાથી સંગઠિત લિલામ પ્રક્રિયામાં વધુ સહભાગીતાને પ્રોત્સાહન મળશે, આસામની નિકાસ સ્પર્ધાત્મકતા વધશે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થાન વધુ મજબૂત બને તેવી અપેક્ષા છે. એકંદરે ચાના વેપારીઓ આ પ્રગતિશીલ નીતિગત માળખું રજૂ કરવા બદલ રાજ્ય સરકારના આભારી હોવાનું તેમણે ઉમેર્યું હત