બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની બહેન અને જાણીતી એક્ટ્રેસ અમૃતા અરોરા હાલમાં પોતાના જબરદસ્ત વેટ લોસ ટ્રાન્સફોર્મેશનને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર રહેલી અમૃતાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનો નવો ફોટો શેર કર્યો છે, જેમાં તેનો બદલાયેલો અને એકદમ ફિટ લુક જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે. તમે પણ અમૃતાના આ મેકઓવરના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
45 વર્ષીય બોલીવૂડ એક્ટ્રેસ અને ફિટનેસ ફ્રીક અમૃતા અરોરાની બહેન અમૃતા અરોરાએ સખત મહેનત અને મજબૂત મનોબળ સાથે માત્ર થોડા જ મહિનાઓમાં લગભગ ચૌદ કિલો વજન ઘટાડીને નવો ફિટનેસ બેન્ચમાર્ક સેટ કર્યો છે. અમૃતાના ચહેરા અને બોડીમાં આવેલો આ મોટો બદલાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેની ઈન્ટરનેટ પર ભારે પ્રશંસા થઈ રહી છે.
પોતાની ફિટનેસ સફર વિશે ખુલાસો કરતાં અમૃતાએ જણાવ્યું કે, આ વેટ લોસ તેના માટે માત્ર શારીરિક દેખાવ સુધારવાનો પ્રયાસ નહોતો, પરંતુ એક મોટો પર્સનલ ચેલેન્જ હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, છેલ્લા બે થી ત્રણ વર્ષ તેના જીવનના એવા રહ્યા જ્યારે તે પોતાની જાતને સૌથી ખરાબ ફિટનેસ તબક્કામાં અનુભવી રહી હતી. શારીરિક સ્થિતિ અને વધેલા વજનને જોઈને તેણે જૂની ફિટનેસ પાછી મેળવવાનો મક્કમ નિર્ધાર કર્યો અને કડક શિસ્ત સાથે વેટ લોસ કરવાનો નિર્ણય લીધો.
અમૃતાએ પોતાની ફિટનેસ જર્નીના દર્દ વિશે વાત કરતાં કહ્યું હતું કે હું મારી કારકિર્દીના શરૂઆતના દિવસોથી જ અત્યંત દુબળી-પાતળી રહી છું. બે બાળકોની માતા બન્યા પછી પણ મારું ફિગર ઘણું ફિટ અને જળવાયેલું હતું. પરંતુ 2023ના વર્ષમાં મારી ફિટનેસ ગરબડ થઈ ગઈ અને વજન વધી ગયું.
સૌથી વિચિત્ર વાત એ રહી કે લોકોમાં મારી આ વધેલી ચરબી અને લુક જ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો અને લોકોના મગજમાં માત્ર એ જ છાપ રહી ગઈ હતી. આ ટ્રોલિંગ અને નકારાત્મકતાને બાજુ પર રાખીને ફરીથી મહેનત શરૂ કરી અને પોતાનું સ્લિમ અવતાર પાછું મેળવ્યું, એવું અમૃતાએ વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતા અરોરા છેલ્લાં અનેક વર્ષોથી ફિલ્મોમાં સક્રિય નથી. છેલ્લે તે તેની બહેન મલાઈકા અરોરાના રિયાલિટી શો 'મૂવિંગ ઇન વિથ મલાઇકા'માં જોવા મળી હતી.ફિલ્મી પડદાથી દૂર હોવા છતાં તે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. 14 કિલો વજન ઘટાડ્યા બાદ તેનો નવો સ્લિમ અને ગ્લેમરસ લુક સાબિત કરે છે કે ફિટનેસ માટે ઉંમર માત્ર એક આંકડો છે અને ગમે તે ઉંમરે નવી શરૂઆત કરી શકાય છે.