Thu Nov 19 2026

Logo

અમદાવાદમાં પાર્કિંગ મોંઘું થશે, પાર્કિંગના દર બમણા થવાની શક્યતા...

2026-11-04 22:23:11
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં પાર્કિંગ મોંઘું થશે, પાર્કિંગના દર બમણા થવાની શક્યતા...

AI


અમદાવાદ:અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત પે એન્ડ પાર્ક અને રસ્તા પરના પાર્કિંગના દરમાં વધારો કરવાની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી છે. જોકે, આ દરખાસ્તને હજુ સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની મંજૂરી મળવાની બાકી છે. ત્યારબાદ ડિસેમ્બર મહિનાથી નવા દર લાગુ થવાની શક્યતા છે.

ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 10 કરાશે 

આ દરખાસ્ત મુજબ ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 10 કરવામાં આવ્યો છે. એકથી ત્રણ કલાક માટે રૂ. 15, ત્રણથી છ કલાક માટે રૂ. 25, છથી 12 કલાક માટે રૂ. 40 અને 12થી 24 કલાક માટે રૂ. 55 ચૂકવવા પડશે.

અંતિમ મંજૂરી બાદ નવા દરનો અમલ થશે

જ્યારે ફોર-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. 15થી વધારીને રૂ. 20 કરાયો છે. એકથી બે કલાક માટે રૂ. 40, ત્રણથી છ કલાક માટે રૂ. 80, છથી 12 કલાક માટે રૂ. 120 અને 12થી 24 કલાક માટે રૂ. 170 ચૂકવવાના રહેશે. અંતિમ મંજૂરી બાદ નવા દરનો અમલ કરવામાં આવશે.