વોશિંગ્ટન: અમેરિકામાં યોજાયેલી મિડ ટર્મ ચૂંટણીઓના અંતિમ પરિણામની રાહ જોવામાં આવી રહી છે. જોકે, મિડ ટર્મ પોલમાં ભારતીય મૂળના 57 ઉમેદવારો પણ પોતાનું ભાવિ અજમાવ્યું હતું. આ ભારતીય મૂળના લોકો ગવર્નર, રાજ્ય વિધાનસભાઓના સભ્યો અને સ્થાનિક શાસક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકેના હોદ્દાઓ માટે મેદાનમાં હતા.
અમેરિકામાં યોજાયેલી મિડ ટર્મ ચૂંટણીઓમાં અનેક ભારતીય મૂળના ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા અને અનેક ઉમેદવારો હાર્યા હતા.
જેમાં જીતેલા ઉમેદવારોની યાદી આ મુજબ છે.
1. જ્યોત સિંહ: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યોર્જિયાના સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ-97માંથી ચૂંટણી જીત્યા હતા. તેઓ જ્યોર્જિયા વિધાનસભામાં પહોંચનાર પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ શીખ અમેરિકન બન્યા છે.
2. નબીલા સૈયદ: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઇલિનોઇસના સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ-26માંથી ચૂંટણી જીત્યા છે.
3. પિયા દાંડિયા: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ફ્લોરિડાના 22મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણી જીત્યા છે.
4. સુહાસ સુબ્રમણ્યમઃ વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી જીતીને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ફરી સાંસદ બન્યા છે.
5. પ્રમિલા જયપાલ: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે વોશિંગ્ટનના સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી જીત્યા છે.
6. રો ખન્નાઃ કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી જીતીને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ફરી સાંસદ બન્યા છે.
7. અરુણા મિલર: ડેમોક્રેટિક પાર્ટીમાંથી મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરના પદ માટે ફરીથી ચૂંટાયા છે.
8. અરવિંદ વેંકટઃ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પેન્સિલવેનિયાના સ્ટેટ હાઉસ ડિસ્ટ્રિક્ટ-30માંથી ચૂંટણી જીતીને ફરીથી ધારાસભ્ય બન્યા છે.
9. પૂજા સેઠીઃ ટેક્સાસના હાઉસ ડિસ્ટ્રિક્ટ-47માંથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે.
10. રામ વિલ્લીવલમ: ડેમોક્રેટિક પાર્ટી વતી ઇલિનોઇસ સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ-8માંથી ફરીથી ચૂંટાયા છે.
11. અમી બેરાઃ ડેમોક્રેટિક પાર્ટી વતી કેલિફોર્નિયાના થર્ડ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી જીતીને આઠમી વખત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પહોંચ્યા છે.
જયારે ભારતીય મૂળના આ ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે.
1. વિવેક રામાસ્વામી: રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ઓહાયોમાં ગવર્નરશીપની ચૂંટણી લડ્યા, પરંતુ ડેમોક્રેટ એમી એક્ટન સામે હારી ગયા છે.
2. સરિતા કોમાટિરેડ્ડી: રિપબ્લિકન પાર્ટી વતી ન્યૂયોર્કમાં એટર્ની જનરલના પદ માટે ચૂંટણી લડી હતી, પરંતુ વર્તમાન ડેમોક્રેટ એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ સામે તેઓ હારી ગયા હતા.
3. મહેશ ગણોરકર: રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ઉત્તર કેરોલિનાના 4થી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડ્યા અને હારી ગયા છે.
4. સંદીપ દીક્ષિતઃ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની 13મી કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફ ઓહિયોમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી, પરંતુ જીતી શક્યા નહીં.
5. અનિલ કુમાર: મિશિગનમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બેઠક માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને હારી ગયા છે.
6. નીરવ શેઠ: વોશિંગ્ટનના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, પરંતુ ડેમોક્રેટ પ્રમિલા જયપાલ સામે હારી ગયા છે.
7. રિતેશ ટંડન: રિપબ્લિકન પાર્ટી વતી કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ડેમોક્રેટ રો ખન્ના સામે હારી ગયા.
અન્ય બેઠકોની પરિણામની રાહ જોવામાં આવી રહી છે
જ્યારે અન્ય બેઠકોની પરિણામની રાહ જોવામાં આવી રહી છે. જેમાં અમીશ શાહ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે એરિઝોનાના 1 લી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર તેઓ રિપબ્લિકન ઉમેદવાર સામે
આગળ ચાલી રહ્યા છે.
નિત્યા રામન લોસ એન્જલસના મેયર પદ માટે મેદાનમાં
જ્યારે નિત્યા રામન લોસ એન્જલસના મેયર પદ માટે વર્તમાન મેયર કેરેન બાસ સામે લડી રહ્યા છે. જેમને હાલ થોડી લીડ મેળવી છે. આ સિવાય સંદીપ શ્રીવાસ્તવ ડેમોક્રેટિક પાર્ટી વતી ટેક્સાસના હાઉસ ડિસ્ટ્રિક્ટ-66થી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ રિપોર્ટના સમયે તેઓ રિપબ્લિકન ઉમેદવાર મેટ શાહીનથી પાછળ છે.