Thu Nov 19 2026

Logo

આખરે શું છે રાહાનો 'રામાયણ'માં રોલ? 4 વર્ષની ઉંમરે ડેબ્યૂની ચર્ચાએ વધારી ઉત્સુકતા

2026-11-04 14:38:49
Author: Mumbai Samachar Team
આખરે શું છે રાહાનો 'રામાયણ'માં રોલ? 4 વર્ષની ઉંમરે ડેબ્યૂની ચર્ચાએ વધારી ઉત્સુકતા

મુંબઈ: બોલિવૂડમાં સ્ટારકિડ્સના ડેબ્યૂની ચર્ચા હંમેશાં થતી રહે છે, પરંતુ આ વખતે ચર્ચામાં છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડલી રાહા કપૂર. માત્ર 4 વર્ષની ઉંમરે રાહા પિતા રણબીરની ફિલ્મ 'રામાયણ'માં જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા છે, અત્યાર સુધી રાહાની ક્યૂટ તસવીરો અને મસ્તીભર્યા અંદાજે ચાહકોનું દિલ જીત્યું છે, પરંતુ હવે નાનકડી રાહા અભિનયની દુનિયામાં પણ પગ મૂકી રહી છે. ખાસ વાત એ છે કે રાહાનું આ ડેબ્યૂ પિતા રણબીર કપૂરની મેગા ફિલ્મ 'રામાયણ'થી થવા જઈ રહ્યું છે. માત્ર 4 વર્ષની ઉંમરે ફિલ્મમાં કેમિયો કરીને રાહા સૌનું ધ્યાન ખેંચવા તૈયાર છે.

'રામાયણ'માં રાહાનો નાનો કીમિયો 

રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં દીકરી રાહાના ફિલ્મમાં કેમિયો વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાહાએ ફિલ્મના એક સીનમાં કામ કર્યું છે. આ સીનમાં સાઈ પલ્લવી અને રવિ દુબે પણ જોવા મળશે. આ રીતે રાહા માત્ર પિતાની ફિલ્મના સેટ પર જ નથી પહોંચી, પરંતુ કેમેરા સામે પણ જોવા મળશે. નાનકડી ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરવાના સમાચારથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. 

રણબીર કપૂરે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન રાહા ઘણી વખત ફિલ્મના સેટ પર આવતી હતી. ધીમે-ધીમે તેને ભગવાન રામની વાર્તાઓમાં રસ પડવા લાગ્યો હતો. ફિલ્મની પૌરાણિક કથાએ નાનકડી રાહા પર પણ ખાસ અસર કરી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન રણબીરને પૂછવામાં આવ્યું કે તેમની જિંદગીમાં કોણ તેમને સૌથી વધુ ખુશી અને પ્રકાશ આપે છે. આ સવાલના જવાબમાં તેમણે તરત જ દીકરી રાહાનું નામ લીધું. રણબીરે કહ્યું કે તેમની દીકરી તેમની જિંદગીનો 'દીવો' છે. દીકરી પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી આ વાત પરથી સ્પષ્ટ જોવા મળે છે. 

રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' 5 નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. હવે ફિલ્મમાં રાહાની નાનકડી ઝલક જોવા માટે પણ ચાહકો આતુર છે. પિતા સાથે દીકરીની આ ખાસ ફિલ્મી સફર કેટલી રસપ્રદ રહેશે તે જોવું રહ્યું.