ન્યૂ યોર્કઃ અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકી જનતાએ મિડટર્મમાં રિપબ્લિકન પાર્ટીને સમર્થન આપ્યું નથી. મિડટર્મમાં ડમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સાથે સાથે, સેનેટમાં પણ બહુમતી મેળવી લેવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે, અમેરિકા સંસદના બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીનું નિયંત્રણ આવી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને આ ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. પોતાના શરૂઆતી બે વર્ષની કાર્યકાળમાં કોંગ્રેસના બંને સદનમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ હતું પરંતુ મિડટર્મમાં સમીકરણ બદલાઈ ગયું છે.
રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યાં?
આ હાર અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે, આ સાથે હાર પાછળના પાંચ કારણો જવાબદાર હોવાનું પણ જણાવ્યું છે. મીડિયા સાથે વાત કરતા પોતાની હાર અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. કારણે આપ્યાં છે પરંતુ તેના માટે પોતે જવાબદાર છે તેવું માનવા માટે તૈયાર નથી. ઈરાન સાથેના યુદ્ધથી લઈને ડેમોક્રેટિક પાર્ટીના પ્રચારના પણ વખાણ કર્યાં છે.
ઈરાન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
હાર અંગેના કારણો આપતા ડોલાન્ડ ટ્રમ્પે જણાવ્યું કે, રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ ઈરાન યુદ્ધ પણ એક કારણ રહ્યું છે. ઈરાન યુદ્ઘ અંગેના નિર્ણય અંગે લોકો તેમનાથી સહમત હોઈ શકે પરંતુ આ યુદ્ધના કારણે જે મોંઘવારી આવી તેના માટે લોકો તૈયાર નહોતા. જેથી આ એક કારણ છે. જો કે, એક વાત સ્પષ્ટતા કહ્યું કે, “હું આ વાતને સમજી શકું છું, પરંતુ આનાથી સહમત નથી”. એટલે કે, લોકોની ભાવનાઓને હું સમજી શકું છે, પરંતુ તેના માટે પોતે સહમત નથી.
વધુમાં ટ્રમ્પે કહ્યું કે, આ મિડટર્મ ચૂંટણીમાં પોતે મેદાનમાં નહોતી તે માટે તેમની પાર્ટીની હાર થઈ છે. જો તેઓ જાતે ચૂંટણી લડી રહ્યાં હોત તો પાર્ટીની એકતરફી જીત થઈ શકે તેમ હતી. તેમણે સ્પષ્ટપણ કહ્યું કે, મતપત્ર પર તેમનું નામ નહોતું તેની ચૂંટણીના પરિણામ પર મોટી અસર પડી છે. ટ્રમ્પનો દાવો છે કે, અમેરિકી મતદાતાઓ તેમના (ડોનાલ્ડ ટ્રમ્પ) માટે મતદાન કરવા માટે ઉત્સાહિત હતા. જ્યારે સ્થાનિક ઉમેદવારોને તેવું સમર્થન મળ્યું નથી.
અમેરિકી રાષ્ટ્રપતિએ પાર્ટીની હાર માટે પોતાના ઉમેદવારોને જવાબદાર ગણાવ્યાં છે. કહ્યું કે, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોને મતદાતાઓનું સમર્થન મળ્યું નથી. જ્યારે કેટલાકને તો પાર્ટીના જ સમર્થકોએ પસંદ નથી કર્યાં! અનેક બેઠકો પર ઉમેદવારોની પોતાની ખામીઓ હતી. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તેઓ આ પરિણામોને પોતાના નેતૃત્વ પરના હુમલા તરીકે જોતા નથી. તેમના મતે, તેમના વહીવટીતંત્રે છેલ્લા બે વર્ષમાં સારું કામ કર્યું છે, અને આ હારને તેમની નીતિઓ સાથે જોડવી યોગ્ય નથી.

વધુમાં ચોથા કારણ અંગે ડેમોક્રેટિક પાર્ટીના વખાણ કર્યાં છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ ચૂંટણીના પ્રચાર માટે સારી એવી મહેતન કરવામાં આવી છે. જેથી લોકોએ તેમને પસંદ કર્યાં અને સમર્થન આપ્યું છે. પાંચમા કારણ અંગે એક મીડિયા ચેનલને જવાબદાર ગણાવી છે. તે મીડિયા ચેનલ દ્વારા વારંવાર અને સતત ડેમોક્રેકિટ પાર્ટીને દેખાડવામાં આવી હોવાનો દાવો કર્યો છે.