Thu Nov 19 2026

Logo

મિડટર્મ ચૂંટણી અંગે ઓબામાએ ટ્રમ્પ પર કર્યાં તીખા પ્રહાર, એક્સ પર પોસ્ટ કરી જણાવ્યાં હારના કારણો...

New York   2026-11-04 13:02:15
Author: Vimal Prajapati
મિડટર્મ ચૂંટણી અંગે ઓબામાએ ટ્રમ્પ પર કર્યાં તીખા પ્રહાર, એક્સ પર પોસ્ટ કરી જણાવ્યાં હારના કારણો...

ન્યૂ યોર્કઃ અમેરિકામાં અત્યારે મિડટર્મ ચૂંટણીના પરિણામે રાજકારણ બદલી દીધું હોય તેવું લાગી રહ્યું છે. પરિણામમાં ડિમોક્રેટિક પાર્ટીને 53 બેઠકો અને રિપબ્લિકન પાર્ટીને 42 બેઠકો મળી છે. એટલે કે, ટ્રમ્પ હાર તરફ આગળ વધી રહ્યાં છે. તેવામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ ડોનાલ્ડ ટ્રમ્પ પર તીખા પ્રહાર કર્યાં છે. રિપબ્લિકન પાર્ટીને અત્યારે જે ઝટકા વાગી રહ્યાં છે તેને બરાક ઓબામાએ અમેરિકી જનતાનો સ્પષ્ટ સંદેશ ગણાવ્યો છે. એટલું જ નહીં પરંતુ આવું શા કારણે થયું છે? તે અંગે પણ નિવેદન આપ્યું છે. 

અમેરિકન મતદારોએ વિભાજનકારી રાજકારણને નકાર્યું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ નિવેદન આપતા કહ્યું કે, અમેરિકામાં મતદારોએ વિભાજનકારી રાજકારણને નકારી કાઢ્યું છે. વધુમાં કહ્યું કે, સાથે મળીને કામ કરવાની શાસન વ્યવસ્થા, મજબૂત સમાધાન અને લોકોને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવા નેતૃત્વની અત્યારે માંગ છે. ડોનાલ્ડ ટ્રમ્પની હાર પર ઓબામાએ તીખા પ્રહાર કર્યાં છે. બરાક ઓબામાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમેરિકી જનતાને વિભાજનકારી નહીં પરંતુ દરેકને એક સાથે ચાલે તેવું નેતૃત્ત પસંદ છે.

બરાક ઓબામાએ ટ્રમ્પ પર કર્યાં તીખા પ્રહાર

મિડટર્મ ચૂંટણીના પરિણામ અંગે વાત કરતા બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, અમેરિકાની જનતા રાજનીતિમાં બદલાવ ઈચ્છી રહી છે. જે વિસ્તારમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોની જીતની કોઈ આશા કે સંભાવનાઓ નહોતી, ત્યાં પણ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોની જીત અંગે બરાક ઓબામાએ ખૂશી વ્યક્ત કરી અને તે ઉમેદવારાના વખાણ પણ કર્યાં છે. આ સાથે કહ્યું કે, દેશના દરેક ક્ષેત્રમાંથી સારા ઉમેદવારો સામે આવે તો સારા પરિણામ સંભવ બની શકે છે. 

આ ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થિત રીત સંપન્ન થઈ તે માટે ચૂંટણી અધિકારીઓ અને સ્વયંસેવકોને પણ બરાક ઓબામાએ આભાર માન્યો છે. ચૂંટણી પ્રક્રિયા કોઈ વિવાદ વિના પૂર્ણ થઈ તે સારી બાબત છે અને આ પ્રક્રિયાને સફળ કરવા માટે જે અધિકારીઓ અને સ્વંયસેવકો દ્વારા કાર્ય કરવામાં આવ્યું તે લોકતંત્રમાં અતિમહત્વપૂર્ણ છે તેવું ઓબામાએ જણાવ્યું છે.