અમદાવાદઃ ગેસ્ટ્રો ઈન્ટરનેશનલ સોસાયટી અને એક ખાનગી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી બે દિવસીય કોન્ફરંસનો પ્રારંભ થયો હતો. સતત બદલી રહેલી લાઈફસ્ટાઈલ અને મોડી રાત સુધી યુવાનોના મોબાઈલ એક્સેસને કારણે શરીરમાં થતા પરિવર્તન અંગે ખાસ લાલબત્તી સમાન કિસ્સાઓ રજૂ કરાયા હતા. માનસિક સ્ટ્રેસ,અનિયમિત ફૂડ, જંકફૂડની ટેવ, બેઠાળું જીવનના કારણે 15થી 35 વર્ષના વર્ગમાં અન્નનળીથી લઈને ગુદામાર્ગના કેન્સરના કેસ વધ્યા હોવાનું સંસ્થાના રીસર્ચમાંથી જાણવા મળ્યું છે. છેલ્લા બે દાયકામાં આ રોગની ટકાવારી 25 ટકા વધી છે.
હેલ્ધી લાઈફસ્ટાઈલ અનિવાર્ય
વહેલું નિદાન અને રોબોટિક સર્જરીથી અંગોનું રક્ષણ અનિવાર્ય છે પણ સાથે બદલતી લાઈફસ્ટાઈલને હેલ્ધી બનાવવા માટેના નાગરિકોના પ્રયાસ પણ એટલા જ જરૂરી છે. એવું ત્યાં હાજર રહેલા તબીબોએ જણાવ્યું હતું. ટેક્નોલોજીની મદદથી હવે દર્દીને એ જ સામાન્ય જીવન પ્રદાન કરવું શક્ય બની રહ્યું છે. આ કોન્ફરંસમાં દેશ-વિદેશના તબીબો ભાગ લઈ રહ્યા હતા.
મુંબઈની જાણીતી હોસ્પિટલના પ્રોફેસર અને એન્કોલોજી ડૉ.રીના એન્જિનિયરે જણાવ્યું હતું કે, ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ સોસાયટીની આ ત્રીજી કોન્ફરંસમાં પાચનતંત્ર અંગેના રોગને આવરી લેવાયા છે. કેટલીક પાચન સંબંધિત સમસ્યાઓને આવરી લેવામાં આવી છે. સામાન્ય રીતે કેન્સર કે તમાકું કે વધારે પડતા પ્રદૂષણને કારણે કેન્સર થતું હોય છે પણ હવે યુવાનોમાં સતત વધતા સ્ટ્રેસ, નાની ઉંમરમાં બાળકોમાં મેદસ્વીતા, અલહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે પાચન સંબંધિત મુશ્કેલીઓ વધી છે.
કસરત અનિવાર્ય છે
એક ખાનગી હોસ્પિટલના મુખ્ય અધિકારી એવા સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દર વર્ષે નોંધાતા 79 હજાર પાચનતંત્રના કેન્સરના 12 હજારથી 15 હજાર કેસ રજીસ્ટર્ડ છે.અગાઉ આવું ત્રીજા કે ચોથા સ્ટેપમાં થતુ. હવે એડવાન્સમાં આવી ગયું છે.કેન્સર સ્ક્રિનિંગ પ્રોગ્રામનો વ્યાપ વધતા પહેલા બીજા સ્ટેજમાં તે પકડાતું. મેદસ્વીતા અને વજન ઘટાડવા માટે લોકો કસરતની સાથે ઓછા સમયમાં વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક જેવા મોંઘા ઈંજેક્શન લઈ રહ્યા છે. આ સંબંધિત કેટલીક દવા લઈ રહ્યા છે. આની આડ અસર લાંબાગાળે શરીર પર થાય છે. જે ભલે અત્યારે સ્પષ્ટ નથી.
અઠવાડિયામાં 30 મિનિટની કસરત અને 10 મિનિટનું મેડિટેશન હવેના સમય અનુસાર અનિવાર્ય છે. ગુદા કે આંતરડાના કેન્સરમાં દર્દી માટે સૌથી મોટી ચિંતા અને પીડા પેટ પર કાયમી મળની કોથળી મૂકાવી દેવાની રહેતી હોય છે. આધુનિક ઓર્ગન પ્રિઝર્વેશન પદ્ધતિ તથા રોબોટિકસ સર્જરી દ્વારા ગુદાના ભાગે કોઈ જ કટ વગર સારવાર શક્ય છે. સર્જરીમાં લોહી બગડે છે અને પણ ટેક્નોલોજીની મદદથી પાંચ દિવસ સુધીમાં દર્દીને સામાન્ય ફીલ થઈ જાય છે.