નિશીન: જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ (Asian Games)માં નિશીન શહેરમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ ફાઈનલમાં રનનો વરસાદ વરસાવ્યો અને પછી શ્રીલંકાને ફક્ત 69 રનમાં આઉટ કરીને 147 રનથી વિજય મેળવી લીધો હતો. ભારતીય મહિલા ક્રિકેટરો એ સાથે ભારતને સતત બીજી એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે વિમેન્સ ફાઈનલ મુકાબલો થયો જેમાં ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 216 રન બનાવ્યા હતા. શ્રીલંકાને 217 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો છે.
શ્રીલંકાની ટીમના 69 રનમાં કેપ્ટન અથાપથ્થુના 29 રન હાઈએસ્ટ હતા. સ્પિનર દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
એ પહેલાં, સ્મૃતિ મંધાના (79 રન, 45 બૉલ, સાત છગ્ગા, 5 ચોગ્ગા) અને શેફાલી વર્મા (48 રન, 29 બૉલ ત્રણ છગ્ગા, 3 ચોગ્ગા) વચ્ચે 99 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. બંનેની વિકેટ પડ્યા પછી વિકેટકીપર રિચા ઘોષે (49 રન, 22 બૉલ, ત્રણ છગ્ગા, છ ચોગ્ગા) પણ મોટું યોગદાન આપ્યું હતું.