Wed Apr 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 12 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-12 08:30:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-12 19:12:49

હોર્મુઝ બંધ રહેશે, બદલો લઈશુંઃ મુજ્તબા ખામેનેઈ

ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમો અલી ખામેનેઈની હત્યા પછી હવે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈએ પહેલો મેસેજ દુશ્મનદેશોને આપ્યો છે. તેમણે કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેશે અને પિતાના મોતનો બદલો લઈશું.

2026-03-12 19:00:35

હોર્મુઝમાં એસ્કોર્ટ આપવા મુદ્દે અમેરિકાએ હાથ ઊંચા કર્યા

ઈરાનની સેનાને અમેરિકન નૌકાદળે પડકાર ફેંક્યો હતો કે તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજોને એસ્કોર્ટ કરશે, પરંતુ હવે અમેરિકન ઊર્જા પ્રધાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે વર્તમાન તબક્કે જોખમો વધારે છે, તેથી નેવી દ્વારા સુરક્ષા આપવાનું સંભવ નથી.

2026-03-12 16:57:27

દેશમાં ઇંધણની અછત નહીંઃ પેટ્રોલિયમ પ્રધાન

અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણની અછત ઊભી થવાની સાથે ભારત પર અસર થઈ હોવાના રિપોર્ટ અંગે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 20 ટકા અવરજવર પર અસર થઈ છે પણ દેશમાં પર્યાપ્ત ગેસ છે. ગેસ સિલિન્ડરના લઈ પેનિક થવાની જરુરિતાય નથી, એમ તેમણે જણાવ્યું.

2026-03-12 16:06:40

દુબઈમાં ફરી કરાયો ડ્રોન એટેક

યુનાઈટેડ આરબ આમિરાત (યુએઈ)ના દુબઈમાં ફરી ડ્રોને એટેક કરવામાં આવ્યો છે. ઈઝરાયલ-ઈરાનના યુદ્ધમાં ખાડી દેશોની ખો નીકળી રહી છે. દુબઈના અલ વદાઅ રહેવાસી વિસ્તારમાં હુમલો કર્યો હોવાનું કહેવાય છે.

2026-03-12 14:48:31

ગેસ સપ્લાય માટે ગુજરાત સરકારે કમિટી બનાવી

 રાજ્યમાં વિવિધ ઉદ્યોગો ગેસ પુરવઠાની અછત  અનુભવી રહ્યા છે અને અછતને લીધે પ્રોડક્શન પર અસર થઈ છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ઘેરલું ગેસ સિલિન્ડરની (એલએનજી)ની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી છે. ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ કમિટી ઘેરલું ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તેની તકેદારી રાખશે.

2026-03-12 14:37:54

જંગના માહોલમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને જહાજ મુંબઈ પહોંચ્યું

મિડલ ઈસ્ટમાં જારી જંગ વચ્ચે સાઉદી અરેબિયાના ઓઈલનું એક જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને આખરે મુંબઈ પહોંચ્યું છે, જે સંપૂર્ણ સુરક્ષિત હોવાનું કેપ્ટને જણાવ્યું.

2026-03-12 14:04:39

તાલાલામાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. તાલાલામાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર નોંધાયું હતું. કોઈ જાનહાનિના સમાચાર નથી.

2026-03-12 12:03:42

ઈરાની હુમલામાં ભારતીય ક્રૂનું મોત

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુએસ-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની માઠી અસર હવે ભારતીય દરિયાઈ કામદારો પર પડી રહી છે. ઇરાકે બસરા નજીક અમેરિકી માલિકીના ઓઇલ ટેન્કર પર કરેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે તેમણે અન્ડરવોટર ડ્રોન દ્વારા બે તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા.

2026-03-12 11:57:08

રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાના આરોપસર હાર્દિક પંડ્યા સામે ફરિયાદ

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાના આરોપ સર ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ પુણેના એક વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ લગાવવામાં આવ્યો કે પંડ્યાએ શરીર પર ત્રિરંગો લપેટ્યો હતો અને જમીન સુઈને અશ્લીલ વર્તન કર્યું હતું.

2026-03-12 11:15:06

વડા પ્રધાન દેશને ગભરાવાની ના પાડે છે, પણ પોતે ગભરાયેલા છે: રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી. પરંતુ વડા પ્રધાન પોતે તદ્દન અલગ કારણોસર ગભરાયેલા છે. તેઓ અદાણી કેસ અને એપ્સટીન મામલે ગભરાયેલા છે. તેઓ ગૃહની અંદર આવી શકતા નથી. તેઓ દેશને ગભરાવાની ના પાડી રહ્યા છે, તેઓ પોતે ગભરાયેલા છે.

2026-03-12 10:37:27

હોર્મુઝ ખાડીમાંથી પસાર થઈ શકશે ભારતીય જહાજ

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ ખાડીમાંથી ભારતીય જહાજો પસાર થઈ શકે છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાધચીને કરેલા ફોન કોલમાં બંને આ મુદ્દે સહમત થયા હતા.

2026-03-12 09:40:09

સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઘટાડો

મિડલ ઈસ્ટ સંકટની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. આજે પણ સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યો છે.

2026-03-12 08:43:24

ઈરાકના બસરા પોર્ટ પર ઈરાને કર્યો હુમલો

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાના બે પખવાડિયા થવા આવ્યા છે. આ દરમિયાન દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. ઈરાકના બસરા પોર્ટ પર ઈરાને હુમલો કર્યો છે. હુમલા બાદ ઓઈલનું પરિવહન અટકાવી દેવામાં આવ્યું છે.

2026-03-12 08:31:12

ખાડી દેશો પર ઈરાન હુમલા રોકેઃ યુએનએસીમાં પ્રસ્તાવ

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 13મો દિવસ છે. દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન યુએનએસસીમાં ખાડી દેશો પર ઈરાન હુમલા રોકે તેવો પ્રસ્તાવ 13 વોટથી પાસ થયો હતો. ચીન અને રશિયાએ વોટિંગથી દૂર રહ્યા હતા.