Mon Apr 27 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 27 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-27 07:47:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-27 17:53:44

અશોક ગેહલોતનું સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન, કહ્યું તેમના બંને પગ કોંગ્રેસમાં

રાજસ્થાનમાં કોંગ્રેસના બે નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શાબ્દિક યુદ્ધ હજુ શાંત નથી થયું. જેમાં અશોક ગેહલોતે  સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે સચિન પાયલોટના બંને પગ હવે કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

2026-04-27 17:28:14

મરાઠી શીખવા 6 મહિનાનો સમય આપવાની માગ

મહારાષ્ટ્ર સરકારે પહેલી મેથી મુંબઈમાં ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકો માટે મરાઠી બોલવાનો નિર્ણય ફરજિયાત બનાવ્યો હતો, પરંતુ આ મુદ્દે આજે સરકારે સંગઠનો સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી, જેમાં સરકારના આકરા નિર્ણયથી ડ્રાઈવરોની રોજગારી પર અસર થાય નહીં એના માટે છ મહિનાનો સમય આપવાની માગણી કરવામાં આવી.

2026-04-27 17:15:31

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ મળશે, એફટીએ પર હસ્તાક્ષર

ભારત અને ન્યુઝીલેન્ડે આજે મુકત વેપાર કરાર( FTA)પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

2026-04-27 16:15:00

ભારત અને ચીન સહિત વિશ્વના 20 દેશોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી છે. તેમજ અનેક દેશોએ સંભવિત યુદ્ધના પગલે સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે. જેમાં ભારત, પાકિસ્તાન, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે.

2026-04-27 16:14:12

સુરતમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ચકચાર

સુરતમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. વરાછામાં SBIની શાખામાં ૪ હથિયારધારી લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવીને રૂ.50 લાખની લૂંટ ચલાવી હોવાની વિગતો મળી હતી. ધટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

2026-04-27 15:31:34

લદ્દાખમાં પાંચ નવા જિલ્લાની જાહેરાત

લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નરે પાંચ નવા જિલ્લાના ગઠન માટેના નોટિફિકેશનની મંજૂરી આપી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને પાંચ નવા જિલ્લાની જાહેરાત કરી છે, જેમાં નુબ્રા, સાંજ, ચાંગથાંગ, ઝન્સકાર અને દ્રાસનો સમાવેશ થાય છે.

2026-04-27 15:01:04

ફૂડ પોઈઝનિંગથી મુંબઈમાં 4 મોત

મુંબઈમાં ફૂડ પોઈઝનિંગને કારણે એક જ પરિવારના ચાર લોકોનાં મૃત્યુ થયા છે. બિરયાની ખાધા પછી કલિંગર ખાધુ હતું. જોકે, સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.  આ બનાવ પછી પોસ્ટ મોર્ટમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું.

2026-04-27 14:52:05

એનડીએનું રાજ્યસભામાં કદ વધ્યું

આમ આદમી પાર્ટી (આપ)માંથી રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદે સત્તાવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું સભ્યપદ લીધું. રાજ્યસભામાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની સંખ્યા વધીને 148 પહોંચી.

2026-04-27 14:47:05

હીટવેવ અંગે સરકારે જારી કરી એડવાઈઝરી

દેશમાં વધતી ગરમી અને હીટવેવના વધતા જોખમને કારણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોકોને ગરમી-હીટ સ્ટ્રોકથી બચવા માટે એડવાઈઝરી જારી. લોકોને પર્યાપ્ત માત્રામાં પાણી પીવાની અપીલ કરી.

2026-04-27 11:31:27

સભાપતિએ 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો સભાપતિ દ્વારા ભાજપમાં સામેલ થવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. સભાપતિની મંજૂરી બાદ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો હવે સત્તાવાર રીતે ભાજપના થઈ ગયા છે. એટલે હવે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ છે.

2026-04-27 11:09:53

ચૂંટણી પરિણામો પહેલાં AAPમાં ભૂકંપ: ખેડૂત નેતા સાગર રબારીનું રાજીનામું


ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે આ જાણકારી આપી છે.

2026-04-27 11:04:17

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે લાગી આગ

અમદાવાદઃ અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી છે. ગ્રાઉન્ડથી આગ લાગતા પહેલા ફ્લોરથી બીજા ફ્લોર વાળા કામ કરતા લોકો ફસાઈ ગયાં છે. ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છેઅનેક વાહનોમાં . આગની ચપેટમાં આવતા બળીન બળીને ખાખ થયા.. કેટલાક વાહનોમાં બ્લાસ્ટ થયો હોવાનુ પણ જાણવા મળ્યું છે. હજી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

2026-04-27 09:57:31

મની લોન્ડ્રિંગ કેસમાં પંજાબના પૂર્વ DIG હરચરણ સિંહ ભુલ્લરના 11 સ્થળો પર EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પંજાબના પૂર્વ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરચરણ સિંહ ભુલ્લર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  EDની ટીમોએ પંજાબમાં ભુલ્લર સાથે સંકળાયેલા કુલ 11 વિવિધ સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ચંદીગઢ અને પંજાબના અન્ય શહેરોનો સમાવેશ થાય છે. હરચરણ સિંહ ભુલ્લર પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. તેમના પર સરકારી પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ ભેગી કરવાનો અને નાણાકીય વ્યવહારોમાં હેરાફેરી કરવાનો આરોપ છે. આ કાર્યવાહીથી પંજાબના પોલીસ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

2026-04-27 08:34:41

મધ્યસ્થી તરીકે પાકિસ્તાન પર ઈરાનને ભરોસો નથી

ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર ઈરાને સવાલો ઉભા કર્યા છે. ઈરાનના સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન આપણું સારું પાડોશી હોઈ શકે છે, પરંતુ અમેરિકા સાથેના તેના સંબંધોને જોતા મધ્યસ્થી તરીકે તેની નિષ્પક્ષતા પર શંકા જાય છે.

2026-04-27 07:50:03

ઈરાને શરતો સાથે હોર્મુઝ ખાડી ખોલવાનો આપ્યો પ્રસ્તાવ

ઈરાન-અમેરિકા વચ્ચે સીઝફાયર લંબાયું હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.  આ દરમિયાન ઈરાને શરતો સાથે હોર્મુઝ ખાડી ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમેરિકાએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.