દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
બિલ્કીસ બાનો કેસની જૂની ટિપ્પણી મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી વિપક્ષના નિશાના પર
ગુજરાતમાં વર્ષ 2002ના તોફાનોમાં બિલ્કીસ બાનો કેસ અંગે કરેલી જૂની ટિપ્પણીને લઇને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાના પર આવ્યા છે. આ અંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમજ રાહુલ ગાંધીએ તેમને દુષ્કર્મીઓના રક્ષક ગણાવ્યા છે.
ગુજરાત પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું
ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં ભોજન આપનાર જુનૈદ મલિકની સુપ્રીમ કોર્ટના અરજી
દિલ્હીના જંતર-મંતર પર સીજેપીના વિદ્યાર્થી આંદોલનમાં ભોજન પૂરું પાડનાર જુનૈદ મલિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે દિલ્હી પોલીસ પર ગેરકાયદે અટકાયત, માનસિક ત્રાસ અને તેમના પરિવારને ધાકધમકી આપવા સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે.
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ મુદ્દે ચર્ચામાં સરકાર વિપક્ષ આમને સામને
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ મુદ્દે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ આમને સામને આવ્યા હતા. જેમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ચર્ચાની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન પણ પેપર લીક થતાં હતા તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેના જવાબમાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ સમગ્ર બિલને માત્ર દેખાવો ગણાવ્યો હતો.
ફેસબુક પર PM મોદીનો વીડિયો બ્લોક થયા બાદ મેટાએ કરી સ્પષ્ટતા
મેટા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને ફેસબુક પર પ્રતિબંધિત કરવા મામલે સત્તાવાર રીતે માફી માંગવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના પાછળ કોઈ ઈરાદાપૂર્વકનું પગલું નહીં, પરંતુ એક ટેક્નિકલ ખામી જવાબદાર હતી. મેટાના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.
શ્રીલંકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
શ્રીલંકા સામે રમાનારી 2 મેચોની ટેસ્ટ શ્રેણી માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 15 ઓગસ્ટથી ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભિલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ તરફ જઈ રહેલી મેમૂ ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતર્યો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ તરફ જઈ રહેલી મેમૂ ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના બાદ અમદાવાદ તરફ જતી રેલ સેવાઓ પ્રભાવિત થઈ ગઈ અને અનેક ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. માહિતી મળતા જ રેલવેના અધિકારીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેકને વહેલામાં વહેલી તકે કાર્યરત કરવાનું કામ શરૂ કરી દીધું હતું.