Sun Sep 13 2026

Logo

24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ: મધ્ય ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર

2026-07-28 08:08:00
Author: Mayur Patel
24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ: મધ્ય ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એક પણ જગ્યાએ ભારે વરસાદ પડ્યો નથી. રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઇંચ પડ્યો હતો. 130 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બે તાલુકામાં બે ઇંચથી વધારે, 23 તાલુકામાં એકથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 130 તાલુકામાં એક ઇંચ સુધીના વરસાદ નોંધાયો હતો. 

છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 2.68 ઇંચ, દાહોદના લીમખેડામાં 2.09 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 1.93 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 1.77 ઇંચ, ખેડાના ઠાસરામાં 1.73 ઇંચ, દાહોદના ફતેપુરામાં 1.73 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.69 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 1.65 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 1.54 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.50 ઇંચ,  અમદાવાદના ધોળકામાં 1.46 ઇંચ, મહીસાગરના કડાણામાં 1.46 ઇંચ, ખેડાના કઠલાલમાં 1.42 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 1.38 ઇંચ, પંચમહાલના કાલોલમાં 1.3 ઇંચ, વસલાડના નાનાપોંઢામાં 1.30 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1.26 ઇંચ, આણંદના ખંભાતમાં 1.26 ઇંચ, છોટાઉદેપુરમાં 1.18 ઇંચ, આણંદના આંકલાવમાં 1.1 ઇંચ, વલસાડના કપરાડામાં 1.1 ઇંચ, નવસારીમાં 1.06 ઇંચ, અરવલ્લીના બાયડમાં 1.06 ઇંચ, અરલ્લીના સાઠંબામાં 1.06 ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે અને આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વદોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગહી કરી છે.

હવામાન વિભાગ મુજ, આજે અમદાવાદમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ અને લઘુત્તમ તામપાન 25 ડિગ્રી આસપાસ રહી શકે છે.