Tue Jul 28 2026

Logo

આરબીઆઈ રૂપિયા 10 અને 20 ની પ્લાસ્ટિકની ચલણી નોટ ઇસ્યુ કરશે

2026-07-28 08:05:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આરબીઆઈ દ્વારા રૂપિયા 10 અને 20 ની પ્લાસ્ટિકની ચલણી નોટના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં શરૂઆતમાં બંને ચલણની રૂપિયા 100-100 કરોડની નોટો ઇસ્યુ કરીને ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે. જો તે સફળ થશે તો આરબીઆઈ તેને નિયમીત રીતે ઇસ્યુ કરશે. 

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ  સંસદમાં માહિતી આપી

આ અંગે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે જો ફિલ્ડ ટ્રાયલ સફળ થશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમિત ધોરણે ₹10 અને ₹20 ના મૂલ્યના પ્લાસ્ટિકની(પોલીમર) નોટ ઇસ્યુ કરશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણના આધારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 ની કલમ 25 હેઠળ સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી છે.

જાહેર સ્વીકૃતિનું મૂલ્યાંકન કરશે

આરબીઆઈ  ટ્રાયલમાં નોટનું ટકાઉપણું, ઉપયોગમાં સરળતા અને ભારતની વિવિધ હવામાન પરિસ્થિતિઓ અને વાતાવરણમાં જાહેર સ્વીકૃતિનું મૂલ્યાંકન કરશે. જો ટ્રાયલ સફળ થશે તો તેને નિયમિત ચલણમાં ઇસ્યુ કરવામાં આવશે. 

કાગળની નોટોને સંપૂર્ણપણે બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નહિ 

નાણા મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હાલ  કાગળ અને પોલિમર નોટ બંને સાથે ચલણમાં રહેશે. હાલમાં પરંપરાગત કાગળની નોટોને સંપૂર્ણપણે બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

ટકાઉ અને પુન:મુદ્રણની ઓછી જરૂરિયાત 

આરબીઆઈએ જણાવ્યું હતું કે, વિશ્વના વિવિધ દેશોના અનુભવના આધારે, પ્લાસ્ટિક(પોલિમર) નોટો ઘણા ફાયદા છે. જેમાં કાગળની નોટોની તુલનામાં તેમની આયુષ્ય વધુ હોય છે. પોલિમર નોટો રૂપિયા 10 અને 20 ના મૂલ્ય માટે યોગ્ય માનવામાં આવે છે. તે ટકાઉ છે અને પુનઃમુદ્રણની જરૂરિયાત ઘટાડે છે. જેનાથી સરકારી ખર્ચ ઓછો થાય છે.