દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગુજરાતે 58મા રને ગિલને ગુમાવ્યો, ચેન્નઈને માથે પરાજય તોળાય છે
ચેન્નઈ સુપર કિંગ્સે ઘરઆંગણે 20 ઓવરમાં સાત વિકેટે 158 રન કર્યા ત્યાર બાદ ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી જેમાં પાછલી મૅચનો સેન્ચુરિયન સાઇ સુદર્શન (27 નૉટઆઉટ) ફરી એક વખત લાંબી ઇનિંગ્સ રમવાની દિશામાં આગળ વધી રહ્યો હતો. જોકે કૅપ્ટન શુભમન ગિલે (33 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) સુદર્શન સાથે 58 રનની ભાગીદારી બાદ સ્પિનર નૂર અહમદના બૉલમાં વિકેટકીપર સૅમસનને કૅચ આપી દીધો હતો. આઠ ઓવરને અંતે ગુજરાતનો સ્કોર 1/69 હતો. સુદર્શન સાથે જૉસ બટલર ત્રણ રને રમી રહ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ કાર્યકરની હત્યા મુદ્દે રાહુલ ગાંધીના મમતા સરકાર પર પ્રહાર
પશ્ચિમ બંગાળમાં પહેલા ચરણનું મતદાન થઈ ગયું છે. હવે બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં કોંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટર્જીની હત્યાથી રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીએમસી સરકારને ઘેરી છે. તેમણે મમતા સરકારને આતંકવાદનો પર્યાય ગણાવીને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે.
ગાયકવાડની છેક આઠમી મૅચમાં પહેલી હાફ સેન્ચુરી, ચેન્નઈના 7/158
ચેન્નઈમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (74 અણનમ, 60 બૉલ, ચાર સિક્સર, છ ફોર)ની આ વખતની પ્રથમ હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 158 રન કર્યા હતા. બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ગાયકવાડના આ પહેલાંની સાત મૅચના સ્કોર આ મુજબ હતાઃ 6, 28, 7, 15, 7, 19 અને 22 રન. સીએસકેએ એક તબક્કે માત્ર 37 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ગાયકવાડ અને શિવમ દુબે (બાવીસ રન) વચ્ચે 59 રનની ભાગીદારીએ ટીમની આબરૂ સાચવી હતી અને છેલ્લે ગાયકવાડ ટોટલને દોઢસો રનને પાર લઈ જઈ શક્યો હતો. આ વખતે બે સદી ફટકારનાર સંજુ સૅમસન ફક્ત 11 રન બનાવી શક્યો હતો. ગુજરાતના રબાડાએ ત્રણ તથા અર્શદ ખાને બે વિકેટ લીધી હતી.

દીપ્તિની પહેલી વખત ટી-20 મૅચમાં પાંચ વિકેટ, ભારતને જિતાડ્યું
ભારતની મહિલા ટી-20 ટીમ સામેની પાંચ મૅચની સિરીઝમાં યજમાન સાઉથ આફ્રિકાએ 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે, પરંતુ જોહનિસબર્ગમાં શનિવારે રાત્રે ભારતે સ્પિનર દીપ્તિ શર્માની પાંચ વિકેટના તરખાટ સાથે ચોથી મૅચમાં વિજય મેળવી લીધો હતો. ટી-20 મૅચમાં દીપ્તિએ પહેલી જ વખત પાંચ વિકેટ લીધી છે. ભારતે જેમિમા રૉડ્રિગ્સના 43 રન તેમ જ દીપ્તિના અણનમ 36 રન તથા વિકેટકીપર રિચા ઘોષના અણનમ 34 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 185 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ દીપ્તિની પાંચ વિકેટ તેમ જ ક્રાંતિ ગૌડ, શ્રી ચરની, શેફાલી વર્મા અને કાશ્વી ગૌતમની એક-એક વિકેટને લીધે 20 ઓવરમાં નવ વિકેટે 179 રન કરી શકી હતી. દીપ્તિને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર ફાયરિંગ પૂર્વેનો કેરોલિન લિવીટનું શોર્ટ ફાયરનું નિવેદન વાઇરલ
અમેરિકાના વોશિંગ્ટનમાં થયેલા ગોળીબાર પૂર્વેનો વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે આજે રાત્રે ફાયરિંગ થશે. આ નિવેદનને રાજકીય નિવેદન તરીકે ગણવામાં આવતું હતું પરંતુ વાસ્તવમાં ફાયરિંગ થતાં વિડીયો વધુ વાઇરલ થઇ રહ્યો છે.
ઈરાનના રાષ્ટ્રપતિની સ્પષ્ટતા, કહ્યું દબાણ,ધમકી અને નાકાબંધી વચ્ચે કોઇ વાતચીત નહિ
મિડલ ઈસ્ટ સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆનનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ઈરાન દબાણ, ધમકી અને નાકાબંધીના વાતાવરણ વચ્ચે કોઇ વાતચીતમાં જોડાશે નહિ. તેમણે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ સાથે ટેલિફોન વાતચીતમાં આ વાત કહી હતી.
બપોરે 04 વાગ્યા સુધી મનપામાં 40.79 ટકા મતદાન થયું
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બપોરે 04 વાગ્યા સુધીનું મતદાન મહાનગરપાલિકામાં 40.79 ટકા, નગરપાલિકામાં 51.85 ટકા, જિલ્લા પંચાયતમાં 52.16 ટકા અને તાલુકા પંચાયતમાં 48.65 ટકા મતદાન નોંધાયું છે. હજી પણ ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યાં છે. સાંજ સુધીમાં મતદાનમાં કેટલા ટકા વધારો થાય છે તે જોવાનું રહેશે.
ચેન્નઈનો પાવરપ્લેમાં ધબડકો, 28 રનમાં ત્રણ વિકેટઃ `બન્ને' ઇમ્પૅક્ટ પ્લેયર આઉટ
ગુજરાત ટાઇટન્સ (જીટી)એ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પ્રથમ બૅટિંગ આપ્યા બાદ એને મુસીમતમાં મૂકી દીધું છે. સીએસકેએ પાવરપ્લેની છ ઓવરમાં ફક્ત 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. સુપરસ્ટાર બૅટ્સમૅન સંજુ સૅમસન (11 રન)ને રબાડાએ વિકેટકીપર બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ સીએસકેને બીજા બે આંચકા લાગ્યા હતા. ઉર્વિલ પટેલ ફક્ત ચાર રન કરીને આઉટ થઈ ગયો ત્યાર બાદ તેના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલાવવામાં આવેલો સરફરાઝ ખાન (0) તેના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. ઉર્વિલને પણ રબાડાએ આઉટ કર્યો હતો, જ્યારે સરફરાઝની વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. 3/34ના સ્કોર વખતે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ 16 રને અને ડેવાલ્ડ બે્રવિસ બે રને રમી રહ્યો હતો.

પાટણ જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધી 50.65 % મતદાન થયું
પાટણઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પાટણ જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં 50.65 % અને નગરપાલિકામાં 48.62 % મતદાન નોંધાયું છે. નગરપાલિકાની વાત કરવામાં આવે તો, પાટણમાં ૪૮.૧૮%. સિધ્ધપુર :- ૫૧.૦૬ % અને રાધનપુર (પેટા) :- ૩૫.૧૩ % મતદાન થયું છે. આ સાથે તાલુકા પંચાયતમાં કુલ ૫૦.૯૫ % મતદાન થયું છે. જેમાં વિગતે જોઈએ તો, પાટણમાં ૫૨.૬૬ %, સરસ્વતીમાં ૫૦.૬૫ %, સિધ્ધપુરમાં ૫૨.૯૬ %, ચાણસ્મામાં ૪૮.૬૭%, હારીજમાં ૫૩.૦૪ %, સમીમાં ૫૧.૩૮%, શંખેશ્વરમાં ૫૨.૧૨ %, રાધનપુરમાં ૪૯.૧૬ % અને સાંતલપુરમાં ૪૮.૧૮% મતદાન નોંધાયું છે.
પીએમ મોદીએ લોકોને અપીલ, કહ્યું વસ્તી ગણતરીમાં સામેલ થવું જવાબદારી
પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ સાથે મહત્વના એવા વસ્તી ગણતરીના મુદ્દે પણ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2027માં દેશ માટે મહત્વનું એવું વસ્તી ગણતરી અભિયાન શરૂ થવાનું છે. તેમજ આ માત્ર એક સરકારી કવાયત નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.તેમણે લોકોને આશ્વસત કર્યા કે તેમના દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રહેશે.
નગર પાલિકામાં ઓછું અને તાલુકામાં પંચાયતમાં વધુ વોટિંગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં તાલુકા પંચાયમાં થયું સૌથી વધુ વોટિંગ, જ્યારે મહાનગરપાલિકામાં ઓછું મતદાન. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સૌથી ઓછું મહાનગર પાલિકામાં 31.72 ટકા નોંધાયું વોટિંગ, જ્યારે નગર પાલિકામાં 41.09 ટકા, જિલ્લા પંચાયતમાં 43.25 ટકા તથા તાલુકા પંચાયતમાં 44.07 ટકા મતદાન નોંધાયું.
નેતન્યાહૂએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસથી સ્તબ્ધ
અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસમાં શનિવારે ગોળીબારની ઘટના બની હતી. જેમાં કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં દરમિયાન એક શખ્સે મેઈન બોલ રૂમની બહાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારની ઘટનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ થયો હતો.આ અંગે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએદુ:ખ વ્યક્ત કર્યું છે. નેતન્યાહૂએ કહ્યું,વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ પર થયેલા હુમલાના સમાચાર સાંભળીને હું અને મારી પત્ની સારા આઘાતમાં છીએ.
વડોદરામાં વૉર્ડ નં.14માં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે
વડોદરામાં વોર્ડ નંબર 14માં ચોખંડી શાકમાર્કેટના બુથ પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો થયો હતો. ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી જતા થોડા સમય માટે હંગામો થયો હતો. પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો અને બન્ને પક્ષના કાર્યકર્તાઓને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદના કુબેરનગરમાં પણ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો હતો કે, તોમર સ્કૂલમાં મતદાન ચાલું હતું ત્યાં ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવતના સાથીદારો બોગસ વોટિંગ કરાવતા હતા. આ પછી ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું મતદાન
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલજ વિસ્તારમાં મતદાન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે નારણપુરા વિસ્તારમાંથી મતદાન કર્યું હતું. શાહ એમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેકે મનાવવો જોઈએ, આ હક અને ફરજ બન્ને સાથે નિભાવવાનો અમુલ્ય અવસર છે. દરેક વ્યક્તિ મતદાન કરીને એમની ફરજ નિભાવે.આજે રજાનો દિવસ છે અને ગરમી પણ છે, પણ મતદારો અવશ્ય મતદાન કરશે. આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ.
કમિશનર તુષાર સુમેરાએ પરિવાર સાથે મતદાન કર્યું , રામ મોકરિયાએ પરિવાર સાથે વોટ આપ્યો
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર તુષાર સુમેરાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જાણીતા સમાજસેવક ગુણવંતભાઈ ડેલાવાળાએ પણ લોકશાહીના પર્વમાં પોતાની ફરજ અદા કરતા મતદાન કર્યું હતું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ પતિ મનહરભાઈ સાથે રહીને મતદાન કર્યું હતું. રાજકોટ બ્રહ્મકુમારી સંસ્થાના બહેનોએ પણ મતદાન કર્યું હતું. આદર્શ સોસાયટીના કોમ્યુનિટી હોલ ખાતે બુથ નં.44માં દિનેશ કારિયાએ વોટ આપ્યો હતો.
રાજકોટમાં કોંગ્રેસના નેતાની અટકાયત, વડોદરામાં સરેરાશ મતદાન વધ્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડભોઇ નગરપાલિકા નું 11.67 ટકા, પાદરા નગરપાલિકા નું 9.56 ટકા, સાવલી નગરપાલિકા નું 10.63 ટકા, વાઘોડિયા નગરપાલિકા નું 10.32 ટકા,
વડોદરા જિલ્લા નું કુલ મતદાન 9.25 ટકા થયું છે. વડોદરા જિલ્લા પંચાયતનું 11.28 અને તાલુકા પંચાયતનું 11 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટમાં બુથના 100 મીટરના એરિયામાં પ્રચાર કરતા ઉમેદવાર મકબુક દાવદાણીની થોરાળા પોલીસે અટકાત કરી છે.એમની સાથે રહેલા 20 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. વૉર્ડ નં.15ના તેઓ કોંગ્રેસના ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકામાં હોટેલમાં જઈ ફાયરિંગ કરનાર આરોપીની તસવીર જાહેર, ટ્રમ્પે કર્યું ટ્વિટ
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ડિનર કાર્યક્રમમાં ફાયરિંગ કરનારા એક વ્યક્તિની તસવીર જાહેર કરવામાં આવી છે. આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો ફોટો શેર કર્યો છે. આ વ્યક્તિ ફાયરિંગ કરતા કરતા અંદર આવ્યો હોવાના રિપોર્ટ છે. આ ઘટના બાદ ટ્રમ્પે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કેટલીક મહત્ત્વની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. પોલીસે આ આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે.
રાજકોટના વૉર્ડ નં.15માં ઈવીએમ ખોટકાયું, બનાસકાંઠામાં ગેનીબેને કર્યું મતદાન
રાજકોટ શહેરના વૉર્ડ નં.15માં ઈવીએમ મશીન ખોટકાઈ જતા દોડધામ થઈ હતી. મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. અડધો કલાકથી વધારેનો સમયો થયો હોવા છતા મશીન ચાલું થયું ન હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, જાણી જોઈને મતદાનની પ્રક્રિયા ધીમી કરવા માટે આવું કરવામાં આવ્યું છે. કેટલાક મતદારો મત આપ્યા વગર જ બુથ પરથી ચાલ્યા ગયા હતા. વહીવટી તંત્ર પછી દોડતું થઈ ગયું હતું. સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું, જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું.
પ્રથમ એક કલાકમાં 5થી 7 ટકા વોટિંગ, અંજલી રૂપાણીએ કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ એક કલાકમાં 5થી 7 ટકાનું મતદાન થયું હોવાના રિપોર્ટ મળ્યા છે. અમરેલીમાં સાંસદ ભરત સુતરિયાએ વહેલી સવારે મતદાન કર્યું હતું. ભાવનગરમાં પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ મતદાન કર્યું છે. રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેને ભાવુંક થઈને મતદાન કર્યું હતું.લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ એવી અપીલ કરી હતી.