દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવને વિપક્ષે પડતો મૂક્યો
લોકસભામાં બજેટ સત્રમાં સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી હતી, પરંતુ હવે પ્રસ્તાવ પડતો મૂક્યો છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડી છે. સ્ટોકમાર્કેટ પર અસર પડી છે અને તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ.
તુર્કીયે હવે ઈરાન વિરુદ્ધ ઝંપલાવ્યું
તુર્કીયે હવે ઈરાનની સામે જાહેરમાં યુદ્ધમાં સામને આવી ગયું છે. પૂર્વ ભૂમધ્યસાગરમાં ઈરાને કરેલા બેલાસ્ટિક મિસાઈલને દરિયામાં તોડી પાડ્વામાં આવ્યું છે. ઉત્તર સાયપ્રસમાં 6 એફ16 ફાઈટર જેટ તહેનાત કરવામાં આવ્યું ત્યારે તુર્કીયે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું.
દિલ્હી રમખાણના આરોપી શરજીલ ઇમામને કોર્ટે 10 દિવસના જામીન આપ્યા
દિલ્હી રમખાણના આરોપી શરજીલ ઇમામને કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા અને બીમાર માતાની સંભાળ રાખવા માટે 10 દિવસના જામીન મંજૂર કર્યા છે. આ જામીન કરકરડૂમા કોર્ટ આપ્યા છે. શરજીલ ઇમામ પર નાગરિકતા સુધારા કાયદા (CAA)ના વિરોધ દરમિયાન ભડકાઉ ભાષણો આપવા અને 2020ના દિલ્હી રમખાણોને ઉશ્કેરવાનો આરોપ છે.
સુપ્રીમ કોર્ટે ડુંગળી- લસણના સંશોધન મુદ્દે દાખલ કરેલી પીઆઇએલ ફગાવી, વકીલ પર નારાજગી વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે એક વકીલે ડુંગળી અને લસણના સંશોધન મુદ્દે દાખલ કરેલી જાહેર હિતની અરજી પર નારાજગી વ્યક્ત કરીને ફગાવી દીધી છે. તેમજ વકીલને પૂછ્યું છે કે શું તમે આ બધી અરજીઓ અડધી રાતે ડ્રાફ્ટ કરો છો.
ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવાની તૈયારીમાં વિપક્ષ
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે વિપક્ષ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ અવિશ્વાસ દરખાસ્ત પર કુલ 118 સાંસદોની સહી છે.
યુદ્ધમાં ઈઝરાયલ વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કર્યાનો દાવો
ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ પણ ઈરાનના સાથી રાષ્ટ્રોની નિશાન બનાવી રહ્યું છે, ત્યારે હ્યુમન રાઈટ્સ વોચના તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયલનું સૈન્ય દક્ષિણ લેબનોનના રહેવાસી વિસ્તારોમાં વ્હાઈટ ફોસ્ફરસના શેલનો ઉપયોગ કર્યો છે. રહેવાસી વિસ્તારોમાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગે એ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે.
અમદાવાદમાં બે વર્ષમાં દારૂનું સેવન કરનારા 17 હજારથી વધુ લોકો સામે કેસ
ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગમે તે બ્રાન્ડનો દારૂ સરળતાથી મળી રહી છે. ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઈટાલીયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31-12-2025ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં 17,311 વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઘાયલોને મદદ કરનારા કેટલા લોકોને પ્રોત્સાહિત કરાયા
ગુજરાત વિધાનસભમાં આજે કરંજના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પૂછ્યું કે, માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત-ઘાયલોને મદદ કરનારને 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા લોકોને પ્રોત્સાહિત કરાયા? જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 41 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
ધોરડો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ અધધ ખર્ચ
ગુજરાત વિધાનસભામાં ભૂજનાા ધારાસભ્ય કેશુભાઈ શીવદાસ પટેલે ધોરડો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ થયેલા ખર્ચની વિગતનો સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, કુલ 6,74,95,085 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમ, એસપી શીટ, અલગ અલગ પ્રકારની લાઈટિંગ, સ્ક્રીપ્ટ, વોઈસ ઓવર કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.
કર્ણાટકમાં પોલીસે કરી મોટી કાર્યવાહી
કર્ણાટકમાં પોલીસે મસ્જિદની દીવાલ પર સગીર પાસે જયશ્રી રામનો નારો લખાવનારા યુવકની ધરપકડ કરી હતી. મસ્જિદ પર લખવામાં આવેલા આ નારાના કારણે સ્થિતિ વણસી શકે તેમ હતી. જોકે પોલીસે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન કોઈ ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.


