Wed Apr 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 06 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-06 08:26:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-06 22:12:12

ગુજરાતમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકથી નિધન

ગુજરાતના આણંદ જિલ્લાના  ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેક આવતા આણંદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ગોવિંદ પરમાર છેલ્લી બે ટર્મથી ઉમરેઠના ધારાસભ્ય હતા. તેવો વર્ષ 2017 અને 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આ પૂર્વે તેવો રાજપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા.

2026-03-06 21:02:46

Iran-US War: ઈરાને ઈરાકને આપી ધમકી

ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા પછી ખાડી દેશોમાં તંગ માહોલનું નિર્માણ થયું છે, હવે ઈરાન વધુ આક્રમક બન્યા પછી ઈરાકને ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે આતંકવાદીઓ દેશમાં પ્રવશશે તો ઈરાકી કુર્દિસ્તાનને નિશાન બનાવશે.

2026-03-06 20:33:16

ઇઝરાયેલ તહેરાનની એક વધુ સ્કુલ પર હુમલો કર્યો હોવાનો ઈરાનનો દાવો

મિડલ ઇસ્ટમાં ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ સ્થિતી તણાવપૂર્ણ છે. જેમાં ઈરાન પણ સતત ઇઝરાયલ અને આસપાસના દેશો પર હુમલા કરી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ઇઝરાયેલ તહેરાનની એક સ્કુલ પર હુમલો કર્યો હોવાનો ઈરાને દાવો કર્યો છે. જયારે સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર વડા વોલ્કર તુર્કે યુદ્ધની શરુઆતમાં  ઈરાનની સ્કૂલ પર થયેલા ઇઝરાયેલના  હુમલાની  ઝડપી તપાસની માંગ કરી છે.

2026-03-06 19:23:52

Iran-US War: ભારતમાં ઊર્જાની અછત નહીં

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહે દેશમાં ઊર્જાની સ્થિતિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં ઊર્જાની અછત નથી અને અમારી પ્રાથમિકતા નાગરિકોને સસ્તુ અને ટકાઉ ઇંધણ પૂરું પાડવાની છે.

2026-03-06 18:37:29

રાહુલ ગાંધીએ કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની કિંમત ભારતે પણ ચૂકવવી પડશે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ  પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની કિંમત ભારતે  પણ ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે આ યુદ્ધના લીધે દેશમાં ઇંધણના ભાવમાં વધારો થશે અને આર્થિક વિકાસ ધીમો પડશે.

2026-03-06 17:43:26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડીસા કહ્યું દેશ ઝડપથી નકસલવાદ મુક્ત થશે

દેશને નકસલવાદ મુકત કરવાના સંકલ્પને  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડીસામાં દોહરવ્યો છે. તેમણે જણાવ્યું  હતું કે સુરક્ષા દળો તેમની સતત કાર્યવાહીને કારણે નકસલવાદને નાબૂદ  કરવાની  નજીક છે. તેમજ 31 માર્ચ 2026 સુધી આ લક્ષ્યને હાંસલ કરી લેવામાં આવશે.

2026-03-06 16:59:23

વડોદરામાં એમપી ઓફિસ ઈ-પોર્ટલ લોન્ચ થતા નાગરિકોને મોબાઈલથી સેવા મળશે

ગુજરાતમાં લોકોને ઝડપી  સેવા મળી રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દેશમાં  ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા વડોદરામાં  સાંસદ ડો. હેમાંગભાઇ જોશીની એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર વડોદરા ખાતે  નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

2026-03-06 16:51:41

મહારાષ્ટ્રોમાં ખેડૂતોને લોન માફીની જાહેરાત

રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે મોટી જાહેરાત કરી. મુખ્ય પ્રધાનએ ખેડૂતોને લોનમાફ કરવાની મહત્ત્વની જાહેરાત કરી.

2026-03-06 16:28:46

રાજનાથસિંહે મિડલ ઇસ્ટમાં ચાલુ સંઘર્ષ અંગે ચિંતા વ્યકત કરી

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે  હાલાત અત્યંત ગંભીર છે. તેમજ તે કઈ દિશામાં જશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. તેમણે ચિંતા વ્યકત કરી છે કે  હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ અવરોધ વૈશ્વિક અર્થતંત્ર, ક્રુડ ઓઈલ અને ગેસ સપ્લાય ચેઇનને નુકસાન પહોંચાડી શકે છે.

2026-03-06 16:16:01

લાડકી બહિન યોજના માટે પર્યાપ્ત ભંડોળ ફાળવાશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. ફડણવીસે વિધાનસભામાં લાડકી બહિન યોજના મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી અને કહ્યું કે આ યોજના માટે સરકાર પર્યાપ્ત ભંડોળ પૂરું પાડશે.

2026-03-06 15:48:54

ઇઝરાયલે ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ લોન્ચરો નષ્ટ કર્યો હોવાનો દાવો કર્યો

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઇરાનમાં બેલિસ્ટિક મિસાઇલ રાખેલા અનેક સ્થળો પર હુમલો કરીને તેને તબાહ કરી દીધા છે. આ સ્થળો પર મિસાઇલ લોન્ચર અને એર ડિફેન્સ સિસ્ટમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

2026-03-06 15:31:01

ઈરાનમાં મૃતકની સંખ્યા વધી 1,332 થઈ

28 ફેબ્રુઆરીથી શરુ થયેલા જંગમાં સૌથી વધુ તબાહી ઈરાનમાં થઈ. ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત યુદ્ધમાં ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા સાથે કુલ મૃતકની સંખ્યા વધીને 1,332 થઈ છે.

2026-03-06 15:17:16

ટ્રમ્પ ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા : ઈરાન

ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સતત સંઘર્ષ વચ્ચે દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2026માં ઈરાનના વિદેશ મંત્રી ડૉ. સઈદ ખાતીબઝાદેહે અમેરિકાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે અમેરિકાની દરમ્યાનગીરી વિના નવા સુપ્રીમ લીડરની પસંદગીના નિવેદન અંગે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં  નેતુત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. જ્યારે તેવો ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા હતા.

2026-03-06 15:15:38

મહારાષ્ટ્રમાં અજિત પવારના નામે સ્મારક બનાવાશે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રનું બજેટ રજૂ કર્યું હતું. ફડણવીસે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નામે સ્મારક બનાવવાની જાહેરાત કરી તેમ જ તેમના નામે પુરસ્કાર પણ આપવામાં આવશે.

2026-03-06 14:56:34

ઓમાનની ખાડીમાં આઈએનએસ સુરતને તહેનાત કરાયું

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઘાતક હુમલા કરી રહ્યા છે, ત્યારે પશ્ચિમ એશિયાની ચિંતામાં વધારો થયો છે. વધતા તણાવ વચ્ચે ભારત સરકારે આઈએનએસ સુરત યુદ્ધજહાજને ઓમાનની ખાડીમાં તહેનાત કરવામાં આવ્યું છે.

2026-03-06 14:51:16

ફાઈનલ પહેલા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં થશે ક્લોસિંગ સેરેમની

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પહેલા સ્ટેડિયમમાં ક્લોસિંગ સેરેમની યોજાશે. એક લાખથી વધુ ક્રિકેટચાહકોની હાજરીમાં અરિજિત સિંહ અને ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશે.

2026-03-06 14:48:27

UPSC સિવિલ સર્વિસીસનું પરિણામ જાહેર

યુપીએસસીની સિવિલ સર્વિસીસ પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિવેક અગ્નિહોત્રીએ પરીક્ષામાં ટોપ કર્યું છે.

2026-03-06 14:33:47

મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી ચિંતા વ્યકત કરી છે. કોલકાતામાં આયોજિત મેરિટાઈમ સમિટ “સાગર સંકલ્પ'ને સંબોધિત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ મુશ્કેલ છે. મિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જોખમરૂપ છે. આ સંઘર્ષ હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક વિસ્તારોને અસર કરી રહ્યો છે.

2026-03-06 13:45:06

ઇન્ડોનેશિયા ઈરાનથી પોતાના નાગરિકોને પાછા લાવશે


ઇન્ડોનેશિયાએ ઇરાનમાં રહેતા તેના નાગરિકોને બહાર કાઢવાનો નિર્ણય લીધો છે.  પ્રથમ તબક્કામાં તેમને અઝરબૈજાનના રસ્તેથી બહાર કાઢવામાં આવશે. પહેલા ગ્રુપમાં 32 ઇન્ડોનેશિયન નાગરિકો તેમના દેશની રાજધાની જકાર્તા સોમવાર અથવા મંગળવાર સુધીમાં પહોંચી શકે છે.

2026-03-06 11:30:44

સુરતમાંથી 810 લીટર શંકાસ્પદ ઘી પકડાયું

સુરતમાંથી 810 લીટર શંકાસ્પદ ઘી પકાડાયું છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. યદુગીરી નામની ઘીનું ઉત્પાદન થતું હતું. પોલીસે ઘીના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા છે.

2026-03-06 11:06:27

અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી

અનિલ અંબાણીની ગ્રુપ કંપની, રિલાયન્સ પાવર લિમિટેડ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આશરે 10-12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 15 ટીમો આ કામગીરી કરી રહી છે.

ED raids against Anil Ambani's company Reliance Power Ltd at multiple locations: Officials

— Press Trust of India (@PTI_News) March 6, 2026

 

2026-03-06 11:04:32

અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી

અનિલ અંબાણીની ગ્રુપ કંપની, રિલાયન્સ પાવર લિમિટેડ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આશરે 10-12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 15 ટીમો આ કામગીરી કરી રહી છે.

2026-03-06 09:48:18

નેપાળમાં શરૂઆતી વલણોમાં બાલેન શાહની પાર્ટી આગળ

ગુરુવારે નેપાળમાં મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આજે પ્રારંભિક વલણોમાં બાલેન શાહની પાર્ટી, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી લીડ મેળવી રહી છે, જ્યારે અન્ય પક્ષો નબળા પડી રહ્યા હોય તેવું લાગે છે.

2026-03-06 09:47:30

ઈઝરાયલના રક્ષા પ્રધાનનો મોટો ખુલાસો

ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાનો આજે સાતમો દિવસ છે. હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે, જે બાદ સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન ઈઝરાયલના રક્ષા પ્રધાને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલે નવેમ્બરમાં જ ખામેનેઈને મારવાનો નિર્ણય કર્યો હતો.

2026-03-06 09:01:12

યુએસએ રશિયન પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવા ભારતને વધુ સમય આપ્યો

પશ્ચિમ એશિયામાં શરુ થયેલા યુદ્ધને કારણે ભારતની પેટ્રોલિયમ સપ્લાયને માઠી અસર પહોંચી છે, એવામાં યુએસએ ભારતને રાહત આપી છે. યુદ્ધને ધ્યાનમાં રાખીને શુક્રવારે યુએસએ ભારતને રશિયન પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવા વધુ 30 દિવસની કામચલાઉ છૂટ આપી છે.

2026-03-06 08:27:24

ઈરાનની IGRC-સેના અને પોલીસને ટ્રમ્પનું અલ્ટીમેટમ

મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો આજે સાતમો દિવસ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત સંઘર્ષને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમેણે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ, સેના અને પોલીસને હથિયાર હેઠા મૂકવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જો હથિયાર હેઠાં નહીં મૂકે તો મૃત્યુ નક્કી છે.

2026-03-06 08:27:04

ગુજરાતમાં 37 IPSની બદલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં 37 IPSની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં નિર્લિપ્ત રાયને SMCમાંથી  રાજકોટ રેન્જ IG બનાવાયા છે. ઉપરાંત સમશેર સિંહને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું છે.  ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ અથવા અપગ્રેડ કરવામાં આવી છે.