દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ ઓવરફ્લો થયો છે. વધતા જળસ્તરને પગલે તંત્ર દ્વારા સુરેન્દ્રનગર સીટી, વઢવાણ સીટી, જોરાવરનગર અને રતનપર સહિત આસપાસના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો જેવા કે મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામના તમામ નાગરિકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
હળવદમાં 2 કલાકમાં 2.36 ઇંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં રાજ્યમાં 141 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મોરબીના હળવદમાં બે કલાકમાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં 1.57 ઇંચ, મોરબીના માળીયામાં 1.50 ઇંચ, ખેડાના કપડવંજમાં 1.10 ઇંચ, ખેડાના કઠલાલમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો. 136 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એક તાલુકામાં 24 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 16 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 13 ઇંચથી વધારે, છ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 6 જિલ્લામાં આજે રેડ એલર્ટ, શાળા-કોલેજોમાં રજા
અમદાવાદઃ હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પાટણ, ગાંધીનગર અને અમરેલી સહિત રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.