Wed Sep 02 2026

Logo

એસ્સેલ ગ્રુપના સુભાષ ચંદ્રાને મોટો ઝટકો! NCLTએ વિવાદિત નાદારીના નિર્ણય પર લગાવી રોક, સંપત્તિઓના વેચાણ પર બ્રેક

2026-09-01 12:04:00
Author: Mumbai Samachar Team
એસ્સેલ ગ્રુપના સુભાષ ચંદ્રાને મોટો ઝટકો! NCLTએ વિવાદિત નાદારીના નિર્ણય પર લગાવી રોક, સંપત્તિઓના વેચાણ પર બ્રેક

Image Credit : The Economic Times


નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) એ મંગળવારે એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સાથે સંકળાયેલા નાદારી સંબંધિત મામલે પોતાના 25 ઓગસ્ટના આદેશ પર રોક લગાવી. સાથે જ ટ્રિબ્યુનલને નિર્દેશ કર્યો કે ગેરંટર તરીકે તે પોતાની સંપત્તિઓની સાથે સીધા કે અપ્રત્યક્ષ રીતે કોઇ બીજાને ન સોંપે કે વેચે. મામલાની સુનાવણી કરી રહેલા 3 સભ્યોના આદેશમાં મતભેદ સામે આવ્યા બાદ હવે આ મામલે NCLTની પાંચ સભ્યોની એક વિશેષ બેંચ સમક્ષ રાખવામાં આવ્યું છે. 

મંગળવારે મામલાની સુનાવણી શરૂ કરનારી વિશેષ બેચે જોયું કે અગાઉના આદેશોમાં અંતર હતું અને કોઇ સ્પષ્ટ બહુમતવાળો મત નહોતો જેને લાગૂ કરી શકાય. ટ્રિબ્યૂનલે કેસ સંબંધિત તમામ પક્ષોને નોટિસ જારી કરી છે. આ ઘટનાક્રમ NCLTના તે આદેશના કેટલાક દિવસો બાદ આવ્યો છે, જેમાં ચંદ્રા માટે લગભગ 6.25 કરોડ રૂપિયાની ચુકવણી કરીને પોતાની નાદારીની કાર્યવાહીનો ઉકેલ લાવવાનો માર્ગ મોકળો થયો હતો, જ્યારે તેમની પર 22,000 કરોડ રૂપિયાથી વધુનો દાવો કરવામાં આવ્યો હતો. 

અગાઉના આદેશ પર ઉઠ્યા હતા અનેક સવાલો

અગાઉના આદેશ પર સવાલ ઉઠ્યા હતા કે મંજૂર કરવામાં આવેલા દાવાઓની પતાવટ કુલ રકમના એક નાના હિસ્સાથી કેવી રીતે થઈ શકે? હવે તે આદેશ પર રોક લાગ્યા પછી, પાંચ સભ્યોની બેન્ચ આ મામલે નવેસરથી વિચાર કરશે.

ZMCL ના શેરમાં ઘટાડો

આ નિર્ણયની વચ્ચે ZMCL એટલે કે ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE (બીએસઈ) ના આંકડાઓ પર નજર કરીએ તો, ZMCL ના શેર લગભગ એક ટકાના ઘટાડા સાથે 8.54 રૂપિયા પર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે.