Tue Sep 08 2026

Logo

ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા પ્રવાસે આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

2026-07-30 20:59:49
Author: Pooja Shah
ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા પ્રવાસે આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

ભાવનગરઃ  જિલ્લામાં કોરોનાનો નવો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાંથી ભાવનગરના પાલીતાણા ખાતે પ્રવાસે આવેલી એક 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

​મળતી માહિતી મુજબ, પાલીતાણા પ્રવાસ દરમિયાન મહિલાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલા ૨૮ જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારબાદ ૨૯ જુલાઈના રોજ આવેલો તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. 

​આ ઘટના સંદર્ભે ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા મોરબી પ્રશાસનને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસવા તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ અને ટ્રેસિંગ માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવી જરૂરી બની છે.