મુંબઈઃ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ `હિટમૅન' રોહિત શર્માની કરીઅરના ભાવિ વિશે અટકળો ન કરવાની સલાહ આપતા જણાવ્યું છે કે ભારતનો આ ભૂતપૂર્વ કૅપ્ટન ખૂબ જ સારું રમી રહ્યો છે અને ભારતની વન-ડે ટીમમાંથી તે સ્થાન ગુમાવશે એવો કોઈ જ ડર હાલમાં નથી.
મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતેના બીસીસીઆઇના હેડ ક્વૉર્ટરમાં ગુરુવારે સાંજે ભારતીય ટીમના છેલ્લા થોડા મહિનાના નિરાશાજનક પર્ફોર્મન્સ વિશે ઉચ્ચ-સ્તરિય બેઠક પૂરી થઈ ત્યાર બાદ સૈકિયા (SAIKIA)એ પત્રકારોને જણાવ્યું, `રોહિત (ROHIT) તમામ મૅચોમાં સારું રમે છે. તે છેલ્લી જે વન-ડે રમ્યો એમાં તેણે 138 રન બનાવ્યા હતા. હવે આનાથી વધુ તમારે બીજું શું જોઈએ? શા માટે તેની વિશે અટકળો થતી રહે છે એ જ નથી સમજાતું. હું અટકળોને જરા પણ બળ આપવા નથી માગતો.'
VIDEO | Mumbai: “BCCI is always ready to host international events,” says BCCI Secretary Devajit Saikia (@lonsaikia) on India being named as the host of the inaugural ICC Women's Champions Trophy.
— Press Trust of India (@PTI_News) September 3, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/zrXmuu2y2Y
ચીફ સિલેક્ટર અજિત આગરકરે અંગત કારણસર આ મહત્ત્વની બેઠકમાં હાજરી નહોતી આપી, પરંતુ વર્ચ્યુઅલી એમાં જોડાયા હતા એવા અહેવાલ વચ્ચે જાણકારી મળી હતી કે આ મીટિંગમાં હેડ-કોચ ગૌતમ ગંભીર, ટેસ્ટ અને વન-ડેના કૅપ્ટન શુભમન ગિલ, ટી-20ના સુકાની શ્રેયસ ઐયર તેમ જ બીસીસીઆઇના બેંગ્લૂરુ-સ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)ના ચીફ વીવીએલ લક્ષ્મણે બીસીસીઆઇના વડા મથકમાં આવીને હાજરી આપી હતી.
Update: Ajit Agarkar could not attend the review meeting due to personal commitments pic.twitter.com/TAxcu8yWhT
— Amol Karhadkar (@karhacter) September 3, 2026
સૈકિયાએ પત્રકારોને એવું પણ કહ્યું હતું કે `આજે (ગુરુવારે) અમે કોઈ પ્રકારની સિલેક્શન મીટિંગ નહોતી રાખી. આ રાબેતા મુજબની મીટિંગ હતી. અમે દર ત્રણ મહિને બેઠક રાખીએ છીએ એવી જ આ બેઠક હતી. આ મીટિંગ ભારતીય ટીમના હેડ-કોચ, સીઓઇના ચીફ તેમ જ ટી-20 ટીમના સુકાની અને ટેસ્ટ તથા વન-ડે ટીમના કૅપ્ટન સાથેની હતી.
તાજેતરમાં આયરલૅન્ડમાં અને ઇંગ્લૅન્ડમાં ભારતીય ટીમનો જે પર્ફોર્મન્સ હતો એ વિશે અમે આ મીટિંગમાં ચર્ચા કરી હતી. આવતા એક વર્ષમાં આપણે શું કરવું જોઈએ એ બાબતમાં પણ ચર્ચા થઈ હતી. અમારી પાસે રેડમેપ તૈયાર થઈ ગયો છે અને ખેલાડીઓ થોડી પ્રૅક્ટિસ પણ કરશે કે જેથી કરીને 2027ના વર્લ્ડ કપમાં તેઓ સારું પર્ફોર્મ કરી શકે.'