Wed Sep 09 2026

Logo

આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ પણ ફિફાની સેમિમાં પહોંચ્યા: લાઈન અપ નક્કી થઈ ગઈ

Kansas   2026-07-12 10:22:56
Author: Ajay Motiwala
આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ પણ ફિફાની સેમિમાં પહોંચ્યા: લાઈન અપ નક્કી થઈ ગઈ

AP


માયામી/કૅન્સસ: 23મા ફિફા (Fifa) વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડે નોર્વેને અને આર્જેન્ટિના (Argentina)એ સ્વિટઝરલૅન્ડને ક્વૉર્ટર ફાઇનલમાં હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

શનિવારે મધરાત બાદ ઇંગ્લૅન્ડે રોમાંચક મુકાબલામાં નોર્વેને 2-1થી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

રવિવારે સવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ અત્યંત રોચક જંગમાં સ્વિઝરલૅન્ડને છેલ્લી મિનિટોના ઉપરાઉપરી બે ગોલની મદદથી છેવટે 3-1થી પરાજિત કરીને સેમિમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ઇંગ્લૅન્ડે જ્યૂડ બેલિંગમના 47મી અને 93મી મિનિટના બે ગોલની મદદથી નોર્વેને ક્વૉર્ટર ફાઇનલમાં હરાવ્યું હતું જેમાં નોર્વેના સુપરસ્ટાર અર્લિંગ હાલૅન્ડને ઇંગ્લૅન્ડના ડિફેન્ડરોએ સતત કાબૂમાં રાખ્યો હતો અને તેને એક પણ ગોલ નહોતો કરવા દીધો અને સાવ નિષ્ફળ બનાવી દીધો હતો.

છેલ્લી ક્વૉર્ટર ફાઇનલમાં આર્જેન્ટિના અને સ્વિટઝરલૅન્ડ 112મી મિનિટ સુધી 1-1ની બરાબરીમાં હતા અને મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જવાની સંભાવના હતી. જોકે 112મી મિનિટમાં અલ્વારૅઝે અને 121મી મિનિટમાં લૉટારો માર્ટિનેઝે ગોલ કરીને આર્જેન્ટિનાને 3-1થી યાદગાર વિજય અપાવ્યો હતો.

હવે સેમિ ફાઇનલમાં ફ્રાન્સ-સ્પેન વચ્ચે મંગળવારે અને આર્જેન્ટિના-ઇંગ્લૅન્ડ વચ્ચે બુધવારે ટક્કર થશે.