Mon Jun 22 2026

Logo

પહેલો Foldable iPhone ક્યારે આવશે માર્કેટમાં?ફીચર જાણીને જસલો પડી જશે, સૌથી મોટું બેટરી બેકઅપ

2026-06-21 22:35:52
Author: mumbai samachar team
Article Image

iPhone


નવી દિલ્હીઃ iPhone-15 આવ્યા બાદ યુથ હવે કંપનીની નવી અપડેટની રાહ જોઈ રહ્યા છે, જોકે હકીકત એ છે કે, આઈફોન-15 આઈ સિરીઝનો સૌથી એડવાન્સ અને અપડેટેડ ફોન છે. જે પ્રકારના ફિચરમાં એમાં આપવામાં આવ્યા છે એ પણ એક ચર્ચાનો વિષય છે. હવે વાવડ એવા મળી રહ્યા છે કે, કંપની ફોલ્ડેબલ આઈફોન લૉંચ કરવાની તૈયારીમાં છે. હાલમાં ફોનનું ઉત્પાદન અને પ્લાનિંગ ચાલું છે. કેટલાક ફિચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ફોલ્ડેબલ આઈફોન સાથે કંપની કોઈ એક્સપર્ટ મોડ પણ આપી શકે છે. આના પર લોકોને એક મોટી અપેક્ષા છે. 

નવું સેગમેન્ટ શરૂ થશે
આઈફોન અલ્ટ્રા માર્કેટમાં આવ્યો તો ફોલ્ડેબલ સેગમેન્ટ હચમચાવી દેશે. આ સેગમેન્ટમાં હરિફાઈ પણ વધી જશે. આ ફોન માર્કેટમાં આવશે તો સીધી ટક્કર સેમસંગને મળી રહેશે. આ ઉપરાંત ફોલ્ડેબલ માર્કેટ સેગમેન્ટના શેર પણ વધી જશે. આ વાવડ સામે આવ્યા બાદ હરીફ મનાતી કંપની જેમ કે, સેમસંગ અને વન પ્લસ પોતાના ફોનની વાઈડ ડિસપ્લે પર ફોક્સ વધારી રહ્યા છે. સેમસંગ પણ ફોલ્ડેબલ સેગમેન્ટમાં નવી કોઈ અપડેટ આપી શકે છે.આ કારણે હરિફાઈ વધે એવી પૂરી શક્યતાઓ અત્યારથી સેવાઈ રહી છે. જોકે, આ પછી માર્કેટમાં બીજા મોંઘા ફોન આવશે એ નક્કી છે. પણ ફોલ્ડેબલ સેગમેન્ટમાં આઈફોનની ટક્કર ડાયરેક્ટ મોટી કંપનીઓ સાથે છે. 

ફિચર દમદાર છે
iPhone Ultra માં 7.8 ની ડિસપ્લે, 5.5ની કવર ડિસપ્લે મળી રહેશે. અત્યાર સુધી જે પણ ફોલ્ડેબલ ફોન માર્કેટમાં છે અને આવવાના છે એના કરતા આ ફોન ઘણી રીતે અલગ પડી જશે, ખાસ કરીને ડિસપ્લેને લીને અને વાઈડ સ્ક્રિનને લઈ કંપનીએ ખાસ ફિચર સાથે આને ઈન્ટ્રોડ્યૂસ કરવાનું વિચાર્યું છે. અત્યાર સુધીનું સૌથી એડવાન્સ A20 પ્રો ચિપસેટ મળવાનું છે. સ્પેસ અને શાનદાર પર્ફોમન્સ પણ મળી રહેશે. એક સાથે ચારેય કેમેરાનો ઑપરેટ કરી શકાય અને ઓ રાખી શકાય એ પ્રકારના ફિચર રહેશે. મોટી સ્ક્રિન માટે 5,800mAhની બેટરી આપવામાં આવી છે. આઈફોનમાં આવતી અત્યાર સુધીની તમામ બેટરી કરતા આ બેટરી સૌથી અલગ અને મોટી હશે. એવું માનવામાં આવી રહ્યું છે. 

ડિસેમ્બર સુધીમાં મોટી અપડેટ આવી શકે
જે રિપોર્ટ લિક થયો છે એના પરથી કહી શકાય કે, ફોલ્ડેબલ ફોન માર્કેટ સુધી આવતા થોડો સમય જશે પણ ફોનમાં જે પ્રકારની કેટલીક ટેસ્ટિંગ મુશ્કેલીઓ આવી રહી છે એને સોલ્વ કરવામાં કંપની કામ કરી રહી છે. બીજા કેટલાક ભાગના પ્રોડક્શન પર કોઈ અસર જોવા મળી નથી.iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે iPhone Ultra પણ સપ્ટેમ્બર મહિનામાં આવી જશે. ફોલ્ડેબલ ફોન મોડેથી માર્કેટમાં આવશે. ડિસેમ્બર સુધીમાં કંપની કોઈ મોટી અપડેટ આપી શકે છે. અથવા ડાયરેક્ટ માર્કેટમાં જ મૂકી શકે છે. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં કંપનીએ આ બન્ને વાતને ફગાવી દીધી છે. પણ એટલું નક્કી છે કે, વધારે પડતા મોંઘા ફોનને લઈને આવનારી માર્કેટ ફોલ્ડેબલ ફોનની છે.