કાનપુરઃ ટીવી એક્ટ્રેસ અંજલિ અરોરા ગુરૂવારે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં દાંડિયા નાઈટ કાર્યક્રમમાં પહોંચી હતી. મોતીઝીલ સ્થિત લાજપત ભવન વિસ્તારમાં પાર્ટીપ્લોટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આશરે 12 મિનિટ સુધી પર્ફોમ કરીને તે પછી સ્ટેજ થોડીને ચાલી ગઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસે દર્શકોની સુરક્ષા વ્યવસ્થા અને આયોજન વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા હતા. સૌથી વધારે ગુસ્સો તો એક્ટ્રેસને ત્યારે આવ્યો જ્યારે ડી.જે. પર 'કચ્ચા બાદામ' ગીત પ્લે થઈ ગયું.
એક્ટ્રેસ મોડી આવી
આયોજકોને બોલાવીને તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું આયોજન થશે તો કાનપુરમાં કોઈ કલાકાર નહીં આવે. અચાનક એક્ટ્રેસ સ્ટેજ પરથી નીચે ઊતરી જતા દર્શકો પણ આશ્ચર્ય પામ્યા. આ સમગ્ર કેસ અંગે હજુ સુધી આયોજકો તરફથી ખાસ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 15 ઑક્ટોબરના રોજ દાંડિયા નાઈટ કાર્યક્રમમાં અંજલિ અરોરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એરેના ફેન્સથી ભરાઈ ગયો હતો.
સમગ્ર કાર્યક્રમ 7.30 વાગ્યે શરૂ થયો હતો. પણ અંજલિ સ્ટેજ પર 9.52 વાગ્યે આવી હતી. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ દર્શકોને એવી આશા હતી કે, તે સ્ટેજ પર આવશે તો કાર્યક્રમની રોનક વધી જશે. પણ એવું થયું નહીં. શરૂઆતમાં અંજલિએ લોકોનું અભિવાદન કર્યું, એક ગીત પર ડાન્સ પણ કર્યો. થોડા સમય સુધી બધુ સામાન્ય રહ્યું હતું. મામલો ત્યારે બગડ્યો જ્યારે ડી.જે. પર કચ્ચા બાદામ પ્લે થયું.
આયજકો પર ભડાશ કાઢી
સ્ટેજ પરથી અંજલિએ ભીડ કંટ્રોલ કરવા માટે ઈશારો પણ કર્યો હતો.વ્યવસ્થા પર સવાલ ઊઠાવ્યા હતા. એક્ટ્રેસે કહ્યું કે, ભીડમાં કોઈને ઈજા થઈ શકે છે, આવા કાર્યક્રમોમાં દર્શકોનું ધ્યાન કેમ નથી રાખવામાં આવતું. કાયક્રમના સ્થળે થયેલી વ્યવસ્થા સામે તે ખુશ ન હતી. આ પછી ફરી એકવાર તેણે એક ડાન્સ પર પર્ફોમ કર્યું. ડીજે સિસ્ટમ પર 'કાચા બદામ' ગીત વાગવાનું શરૂ થતાં જ, અંજલિએ અચાનક નાચવાનું બંધ કરી દીધું અને ડીજે તરફ આગળ વધી.
આ એ જ ગીત છે જેના પર તેણે બનાવેલા વીડિયોને કારણે તેને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મળી હતી. આ ગીત સાંભળીને તેણે માઇક્રોફોન પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને કાર્યક્રમની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા. અંજલિએ ટિપ્પણી કરી, જો આ રીતે કામ ચાલશે, તો કાનપુરમાં ક્યારેય કોઈ કલાકાર નહીં આવે. ત્યારબાદ તેણે આયોજકોને સામે લાવવાની માંગ કરી અને પૂછ્યું, શું તમને કલાકારનું સન્માન કેવી રીતે કરવું તે નથી ખબર? હકીકત એવી છે કે, અંજલિ એ જ સમયે સૌથી વધારે ચર્ચામાં આવી હતી જ્યારે કચ્ચા બાદામ ગીત જોરશોરથી વાયરલ થઈ રહ્યું હતું.
મેનેજમેન્ટ ક્યાં છે?
આયોજકોને બોલાવો. મેનેજમેન્ટ ક્યાં છે? તેણે ભારપૂર્વક કહ્યું કે, આવા કાર્યક્રમો માટે ચોક્કસ નિયમો અને ગાઈડલાઈન્સ હોય છે, જેનું પાલન થવું જ જોઈએ. ગરમીમાં કલાકો સુધી રાહ જોઈ રહેલા પ્રેક્ષકોની માફી માંગતા અંજલિએ કહ્યું કે વ્યવસ્થા ઘણી સારી હોવી જોઈતી હતી. દરમિયાન, 'કાચા બદામ' ગીતને લઈને તેની નારાજગીના કારણ અને કાર્યક્રમ અંગેની અન્ય ફરિયાદો પર આયોજકો તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ કાર્યક્રમ અંગેની માહિતી મુજબ, અંજલિએ મોમેન્ટો આપવાના સૂચનનો પણ વિરોધ કર્યો હતો.
તેણે કહ્યું, મારે કેવું શા માટે કોઈ મોમેન્ટો આપવા જોઈએ? હું કોઈ સ્મૃતિચિહ્ન આપવાની નથી. આ પછી, પ્રેક્ષકોને કેન્દ્રમાં રાખીને એક સેલ્ફી લીધી અને મંચ પરથી જતી રહી. તેના અચાનક ચાલ્યા જવાથી ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રેક્ષકોમાંના એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ સાંજે 7:00 વાગ્યાથી અંજલિના કાર્યક્રમની રાહ જોઈ રહ્યા હતા. તે લગભગ ત્રણ કલાક પછી મંચ પર આવી, પરંતુ થોડી જ મિનિટોમાં ત્યાંથી જતી રહી. તેના કારણે, તેનો કાર્યક્રમ જોવા માટે ટિકિટ ખરીદનારા લોકો નિરાશ થયા હતા.