મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન હવે ટીવી પદડે દેખાશે. ક્રાઈમ બેઝ શૉ 'ક્રાઈમ પેટ્રોલ'ની નવી સીઝનમાં અનુપ સોનીના બદલે હવે અજય દેવગન જોવા મળશે. હોસ્ટ તરીકે અજય દેવનનો એક પ્રોમો ટીવી પર પ્લે થઈ રહ્યો છે. નાના પદડા પર અજયની એન્ટ્રીથી શૉના પૂર્વ હોસ્ટ અનુપ સોનીએ પોતાની વાત મૂકી છે. વર્ષો સુધી અનુપ સોનીએ 'ક્રાઈમ પેટ્રોલ' શૉમાં હોસ્ટ તરીકે કામ કર્યું છે. અનેક એવા નાટ્ય રૂપાંતરમાં વોઈસ આપ્યો છે. હવે એના બદલે અજય દેવગન જોવા મળશે. અનુપ સોનીએ આ અંગે કહ્યું કે, મારે આ વિશે ખાસ કંઈ કહેવાનું થતું નથી.
9 વર્ષ સુધી કામ કર્યું
આ શૉ સાથે મારૂ ક્નેક્શન ખૂબ લાંબા સમય સુધી રહ્યું અને ખાસ રહ્યું છે. આ દરમિયાન દર્શકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો અને સ્વીકાર્યો,આ માટે હું મારા દર્શકોનો ધન્યવાદ કરૂ છું. હું અજય દેવગનનો ખૂબ સારો ફેન છું. મોટો ફેન છું, એમની સાથે મેં પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ' અને 'અપહરણ' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે, આ શૉમાં તે પોતાની સ્ટાઈલ અને દ્રષ્ટિકોણથી કામ કરશે. નવી સીઝન માટે હું શૉની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હકીકત એ છે કે, આ શૉની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. 9 વર્ષ સુધી અનુપ સોનીએ આ શૉને સંભાળ્યો હતો. 31મી ઓગસ્ટથી આ નવો શૉ શરૂ થઈ રહ્યો છે. અજય દેવગન આ શૉમાં હોસ્ટ તરીકે જોવા મળશે. આ શૉમાં નવા નાટ્યરૂપાંતર જોવા મળશે. પહેલીવાર અજય દેવગન ટીવી પર હોસ્ટ તરીકે આવ્યા રહ્યો છે. આ શૉના 15 એપીસોડ શુટ થઈ ગયા છે.
બે નવા શૉ ટીવી પર
અનુપ સોનીએ 'ક્રાઈમ પેટ્રોલ' સિવાય 'બાલિકા વધુ' થી પણ એક ખાસ ઓળખ બનાવી છે. આ સિવાય તે અનેક એવી નાની-મોટી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. એક ખાસ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ટૂંક સમયમાં તે ફિલ્મ અને એક વેબ સિરિઝમાં જોવા મળશે. આ બન્નેમાં તે અલગ અલગ પાત્રમાં જોવા મળશે અને અલગ અંદાજમાં જોવા મળશે. સોની ટીવી પર 'ક્રાઈમ પેટ્રોલ' સિવાય કૌન બનેગા કરોડપતિની નવી સીઝન પણ શરૂ થઈ ગઈ છે. જેમાં અમિતાભનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.