અમરાવતીઃ આંધ્ર પ્રદેશ સરકારે ગત ગુરુવારે રાજ્યની ત્રણ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને એડવાન્સ ટૅરિફ સબસિડી માટે રૂ. 1381 કરોડ મંજૂર કર્યા હતા.
એનર્જી ડિપાર્ટમેન્ટનાં સ્પેશિયલ ચીફ સેક્રેટરી કે વિજયાનંદે જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ ઈસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (એપીઈપીડીસીએલ) માટે રૂ. 332 કરોડ, આંધ્ર પ્રદેશ સાઉધર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (એપીએસપીડીસીએલ) માટે રૂ. 603 કરોડ અને આંધ્ર પ્રદેશ સેન્ટ્રલ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિ. (એપીસીપીડીસીએલ) માટે રૂ. 445 કરોડ મળી કુલ રૂ. 1381 કરોડ મંજૂર કર્યા છે.
સરકારી ઓર્ડરમાં વિજયાનંદે જણાવ્યું હતું કે સરકારે ચોકસાઈપૂર્વક તપાસ કર્યા પછી વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ની એડવાન્સ ટૅરિફ સબસિડી પેટે રૂ. રૂ. 1380.7 કરોડની વહીવટી ધોરણે મંજૂરી આપી છે. જોકે, રૂ. 2744.4 કરોડની અંદાજપત્રીય જોગવાઈ અંતર્ગત પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ) માટે રૂ. 1381 કરોડની સબસિડી મંજૂર કર્યા બાદ પણ સરકાર પાસે રૂ.1364 કરોડનું બજેટ શેષ રહે છે.