તિરૂમાલાઃ વનતારાના પાયોનિયર પર્સન અનંત અંબાણી સમયાંતરે દેશના નામાંકિત મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. સિદ્ધિ વિનાયકમાં નિયમિતપણે માથું નમાવીને શુભકાર્ય કરે છે. આ વખતે હવે અનંત અંબાણીએ તિરૂમાલા વેંકટેશ સ્વામી મંદિરમાં અનંત અંબાણીએ પૂજા-અર્ચના કરી છે. રવિવારની વહેલી સવારે તેઓ ત્યાં પહોંચ્યા હતા.
સફેદ ટ્રેડિશનલ ડ્રેસમાં તેમણે ત્યાં પૂજા કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી આંધ્ર પ્રદેશમાં આવેલા જાણીતા તિરૂમાલા મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં શીશ નમાવીને દર્શન કર્યા હતા. વહેલી સવારે અહીંયા પૂજા અર્ચના કરીને સવારે થનારી સુપ્રભાત સેવામાં પણ ભાગ લીધો હતો.
અતૂટ શ્રદ્ધા: અનંત અંબાણીએ તિરુપતિમાં મુંડન કરાવી હાથીઓને જમાડ્યા! Anant Ambani Video
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 28, 2026
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુમલામાં આવેલા ભગવાન શ્રી વેંકટેશ્વર (બાલાજી) મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અહીંના મંદિરની પરંપરા… pic.twitter.com/xBftpjr5dg
મુંડન કરાવ્યું
આ ધાર્મિક યાત્રાના ભાગરૂપે અનંતે ભગવાન વેંક્ટેશ્વરને પોતાના વાળ પણ અર્પણ કર્યા હતા. મુખ્યમંદિરમાં દર્શન કર્યા બાદ મંદિરમાં આવેલા રંગનાયકુલા મંડપમમાં વૈદિક વિદ્વાનોએ વેદ આશીર્વાદમ વિધિ કરાવી હતી.સાદી ભાષામાં આ પ્રક્રિયાને વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ વિધિ કહેવાય છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ એમને શ્રીવારી તીર્થ પ્રસાદમ ભેટમાં આપ્યું અને પારંપરિક રેશમી શાલ ઓઢાડીને એમનું સન્માન કર્યું હતું. આ ધાર્મિક યાત્રા દરમિયાન તેમણે એવું એલાન પણ કર્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી મંદિરના વહીવટી તંત્રને 27.5 કરોડની 25 ઈલેક્ટ્રિક બસનું દાન કરશે. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી કે, આ બસને ચલાવવા માટે 50 ડ્રાઈવર તથા એની સેલેરી તેમજ અન્ય ભથ્થા પણ રિયાલન્સ ઈન્ડસ્ટ્રી આપશે.

શ્રદ્ધાળુઓને પણ ફાયદો
તિરૂમલામાં આ ઈલેક્ટ્રિક બસ ફ્લિટના વ્યવસ્થિત સંચાલન તથા મેનેજમેન્ટ માટે કંપની ત્યાં એક ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં પણ કંપની પૂરતો સહયોગ આપશે.અનંત જે પણ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે ત્યાં જરૂરી એવી વ્યવસ્થામાં યોગદાન આપીને, જે તે વસ્તુ કે સેવાનું દાન કરીને એક સરળતા ઊભી કરી દે છે. ખાસ કરીને તિરૂમાલા જેવા મંદિરમાં જ્યાં આખું વર્ષ ભાવિકોની ભીડ રહેતી હોય છે ત્યાં આ પ્રકારની બસ સેવાથી હવે ભાવિકોને મોટો ફાયદો મળી રહેશે. આ બસ સેવા છેક મંદિર સુધી જશે અને મંદિરથી ભાવિકોને લઈ ફરી જે તે સ્થાન સુધી ડ્રોપ કરશે. આ કારણ તિરૂમાલામાં આવતા શ્રદ્ધાળુઓને પણ મોટો ફાયદો થવાનો છે.
