Fri Sep 04 2026

Logo

અમદાવાદના મોહસિને લક્ઝરી બસમાંથી 14 આઈફોન ચોર્યા, એક ગર્લફ્રેન્ડને આપ્યો, કઈ રીતે ઝડપાયો ?

2026-08-31 09:43:00
Author: Mumbai Samachar Team
અમદાવાદના મોહસિને લક્ઝરી બસમાંથી 14 આઈફોન ચોર્યા, એક ગર્લફ્રેન્ડને આપ્યો, કઈ રીતે ઝડપાયો ?

અમદાવાદમાં લક્ઝરી બસમાંથી ₹ 10.70 લાખના 14 આઈફોનની ચોરીનો ભેદ રામોલ પોલીસ અને ઝોન-8 એલસીબીની ટીમે ઉકેલ્યો છે. જેમાં રામોલ પોલીસે ચોરીના આઈફોન ખરીદનાર મોહસીનની અટકાયત કરી છે. અને એલસીબીની ટીમે મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપી ગજેન્દ્રસિંહની રાજસ્થાનના જંગલમાંથી ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરતા 14 આઈફોન અમદાવાદના મોહસીનને વેચી દીધા હતા અને તેણે દુબઈમાં વેચી દીધા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાની મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના પુણેમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા સુરેશ ઠાકોરે 15 ઓગસ્ટે અમદાવાદના આશ્રમ રોડ પર મોબાઈલ શૉ ધરાવતા સલમાનભાઈને 14 આઈફોન પાર્સલ કર્યા હતા.

વેપારી જ્યારે સીટીએમ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસે પાર્સલ લેવા ગયો ત્યારે પાર્સલ ખોલીને ચેક કરતા ફોન ગાયબ હતા. બસના સીસીટીવીમાં એક શખ્સ પાર્સલ લઈ છેલ્લી સીટ પર ગયો અને પાછું પાર્સલ મૂકી જતો દેખાયો હતો. આ અંગે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગજેન્દ્રસિંહ રાજપૂતે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

આઈફોન મોહસિનને વેચ્યા,  મોહસિને દુબઈ વેચ્યા 

પુણે મેડિકલ સ્ટોરમાં કામ કરતા ગજેન્દ્રને પાર્સલમાં મોંઘાદાટ આઈફોન હોવાનું જાણમાં આવતા તેણે ચોર્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારબાદ તે આઈફોન વેચી ઉદયપુરના રિસોર્ટમાં રહ્યો હતો અને એક આઈફોન ગર્લફ્રેન્ડને પણ આપ્યો હતો અને ત્યારબાદ સુમેરપુર ગયો હતો. જોકે પોલીસને ખબર મળતા તેમણે તેને પકડી પાડ્યો હતો. તેણે આઈફોન મોહસિનને વેચ્યા હતા અને મોહસિને દુબઈ વેચ્યા હોવાનું જણાવ્યું હતું. રામોલ પોલીસે મોહસિનની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પુણેથી લક્ઝરી બસમાં મોબાઈલનું પાર્સલ મોકલ્યું હતું

મહારાષ્ટ્રના પુણેમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા સુરેશ ઠાકોરે 15 ઓગસ્ટે અમદાવાદના આશ્રમ રોડ પર સલમાન એસએસ ટ્રેડર્સ નામથી મોબાઈલનો ધંધો કરતા સલમાનભાઈને 14 નંગ આઈફોન પાર્સલમાં પેક કરીને લક્ઝરી બસમાં મોકલી આપ્યા હતા. સીટીએમ પાસેથી ટ્રાવેલ્સની ઓફિસેથી પાર્સલ મેળવી લેવાનું જણાવ્યું હતું. પરંતુ અમદાવાદનો વેપારી જયારે ટ્રાવેલ્સની ઓફિસે પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે પાર્સલનું બોક્સ તો મળ્યું પરંતુ તેની અંદરથી મોંઘાદાટ આઈફોન ગુમ હતા.

એક શખસ પાર્સલ લઈ જતો CCTVમાં કેદ થયો

બનાવ અંગે બસના ડ્રાઈવર અને CCTV કેમેરા ચેક કરતાં સામે આવ્યું કે, છેલ્લી સીટ પર બેસેલો એક શખસ પાર્સલ પોતાની સીટ પર લઈ ગયો હતો અને થોડીવારમાં ખાલી પાર્સલ પરત મૂકી ગયો હતો. આ અંગે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સ્થાનિક પોલીસ અને ઝોન 8 LCBની ટીમે તપાસ હાથ ધરી તો 32 વર્ષીય આરોપી ગજેન્દ્રસિંહ રાજપૂતે આ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

બોક્સમાં આઈફોન હોવાનું સાંભળી જતા ચોરી કરી

ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરનાર ગજેન્દ્રસિંહ પુણેમાં મેડિકલ સ્ટોરમાં ₹ 25 હજારના પગાર પર નોકરી કરતો હતો. હિમંતનગરમાં રહેતા માતાપિતાને મળવા પુણેથી લક્ઝરીમાં બસમાં બેઠો હતો. મસાલો ખાધા બાદ થુંકવા જતો હતો આ વખતે 14 આઈફોનના પાર્સલ આપવા આવેલા વેપારીએ ટ્રાવેલ્સના ડ્રાઈવરને જણાવ્યું હતું કે, બોક્સમાં મોંઘાદાટ આઈફોન છે સાચવીને લઇ જજો, આટલું સાંભળતા જ આરોપીએ ચોરીનો પ્લાન બનાવી લીધો હતો. અને પાર્સલમાંથી આઈફોન કાઢી અદલાબદલી કરી લીધી હતી.