Mon Sep 14 2026

Logo

ભારતના 31 મુખ્યમંત્રીમાંથી ચાર અબજપતિ અને 25 કરોડપતિ, જાણો વિગતે

2026-07-30 20:41:00
Author: Chandrakant Kanoja
ભારતના 31 મુખ્યમંત્રીમાંથી ચાર અબજપતિ અને 25 કરોડપતિ, જાણો વિગતે

ChatGPT Image


નવી દિલ્હી: ભારતના રાજનેતાઓ અને તેમાં પણ ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રીઓ પાસે કેટલી સંપત્તિ છે તે અંગે માહિતી પ્રકાશમાં આવી છે. આ અંગે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ મુખ્યમંત્રીઓની સંપત્તિનું વિશ્લેષણ કરતો એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. 

ચાર અબજપતિ છે અને 25 કરોડપતિ મુખ્યમંત્રી 

એડીઆરના અહેવાલ મુજબ  દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ જાહેર કરાયેલી સંપત્તિ  રૂપિયા 3,660 કરોડ છે. તેમાંથી ચાર અબજપતિ છે અને 25 કરોડપતિ છે.

કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પાસે સૌથી વધુ સંપત્તિ 

આ અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પાસે સૌથી વધુ 1413 કરોડ રૂપિયા સંપત્તિ છે. જ્યારે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા પાસે સૌથી ઓછી રૂપિયા 55.24 લાખ સંપત્તિ છે.

ચંદ્રાબાબુ નાયડુ પાસે  રૂપિયા 931 કરોડની સંપત્તિ

જ્યારે સૌથી વધુ સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીના લિસ્ટમાં બીજા નંબરે  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પાસે  રૂપિયા 931 કરોડની સંપત્તિ છે. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય ₹648 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે.

ઓછી સંપત્તિમાં બીજા સ્થાને સુવેન્દુ અધિકારી

જ્યારે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીમાં જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી  બીજા ક્રમે છે. તેમની જાહેર કરેલી સંપત્તિ  રૂપિયા 85.87 લાખ છે.


4 મુખ્યમંત્રીઓની સંપત્તિ ₹1 બિલિયનથી વધુ

દેશના 31 માંથી ચાર મુખ્યમંત્રીઓએ  રૂપિયા 1 બિલિયન (100 કરોડ રૂપિયા) થી વધુ સંપત્તિ જાહેર કરી છે.  31 મુખ્યમંત્રીઓ દ્વારા જાહેર કરાયેલી સંપત્તિનું સરેરાશ મૂલ્ય રૂપિયા 118.07 કરોડ છે.

31 માંથી 14 મુખ્યમંત્રીએ  ફોજદારી કેસ જાહેર કર્યા 

આ અહેવાલમાં માત્ર સંપત્તિ જ નહીં પરંતુ મુખ્યમંત્રીઓના ગુનાહિત ઇતિહાસનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમના ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે અહેવાલમાં જણાવાયું છે કે 31 મુખ્યમંત્રીઓમાંથી 14 એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે 11 ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે.