Sun Sep 06 2026

Logo

પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયેલો બળાત્કારનો આરોપી-ક્રિકેટર પોલીસ તપાસ પછી આક્ષેપોના જવાબ આપશે

2026-08-11 22:37:07
Author: Ajay Motiwala
પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયેલો બળાત્કારનો આરોપી-ક્રિકેટર પોલીસ તપાસ પછી આક્ષેપોના જવાબ આપશે

કોલકાતાઃ આઇપીએલની દિલ્હી કૅપિટલ્સના વિકેટકીપર-બૅટ્સમૅન અભિષેક પોરેલ (Pirel) વિરુદ્ધ દક્ષિણ ભારતની મેડિકલ (Medical) સ્ટુડન્ટે બળાત્કાર સહિતના જે આક્ષેપો કર્યા છે એના જવાબ પોલીસ તપાસ પૂરી થયા પછી આપવાનો પોરેલનો ઇરાદો છે. પોરેલ વિરુદ્ધ જે આક્ષેપો થયા છે એ હજી અદાલતમાં પુરવાર નથી થયા. પોરેલને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

અભિષેકે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે આક્ષેપોના જવાબ હમણાં નહીં આપે, બલકે પોલીસ એની રીતે તપાસ પૂરી કરી લેશે ત્યાર બાદ આપશે.

Cricketer Abhishek Porel

દરમ્યાન કોલકાતા હાઈ કોર્ટે થોડા દિવસ પહેલાં જ પોરેલની ધરપકડનો આદેશ બહાર પાડ્યો હતો અને પોલીસે તેને પકડીને જેલમાં બંધ કર્યો છે. કર્ણાટકની મેડિકલ સ્ટુડન્ટનો આક્ષેપ છે કે પોરેલ સાથે તે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતી, પરંતુ પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, પરંતુ લગ્ન કરવાની કોઈ તૈયારી પોરેલે નહોતી બતાવી. 

તબીબી ક્ષેત્રની વિદ્યાર્થિનીનો એવો પણ આક્ષેપ છે કે પોરેલે તેની મારપીટ કરી હતી તેમ જ તેને ધમકી પણ આપી હતી. દરમ્યાન આ છોકરીના કેટલાક પ્રાઇવેટ ફોટોગ્રાફ તેમ જ વીડિયો પોરેલના કબજામાં હોવાથી પોલીસે પોરેલની પેનડ્રાઇવ કબજે કરીને ફૉરેન્સિક વિભાગને તપાસ માટે મોકલી છે. પોરેલના મોબાઇલ તથા લૅપટૉપ પણ કબજે કરવાનો આદેશ પણ કોલકાતાની વડી અદાલત આપી ચૂકી છે.