Fri Oct 02 2026

Logo

મહિલા એશિયા કપમાં પાકિસ્તાને બૅટિંગ પસંદ કરીઃ હરમનપ્રીતે ફરી હાથ ન મિલાવ્યા

DUBAI   2026-09-05 19:57:22
Author: Ajay Motiwala
મહિલા એશિયા કપમાં પાકિસ્તાને બૅટિંગ પસંદ કરીઃ હરમનપ્રીતે ફરી હાથ ન મિલાવ્યા

દુબઈઃ મહિલાઓ માટેના ટી-20 એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. ટૉસ (Toss) વખતે પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાના ચહેરા પર એવો ભાવ જણાતો હતો કે હરીફ સુકાની હરમનપ્રીત કૌર તેની સાથે હાથ મિલાવશે. જોકે ટૉસ થયા બાદ હરમનપ્રીત (Harmanpreet) તરત જ તેની બાજુમાંથી પસાર થઈ ગઈ હતી અને દુશ્મન દેશ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની ભારતની ગયા વર્ષથી ચાલી આવતી પરંપરાને હરમનપ્રીતે બરાબર જાળવી હતી.

ફાતિમા સના (Sana)એ સિક્કો ઉછળતાં ટેઇલ્સનો કૉલ આપ્યો હતો અને ટેઇલ્સ પડતાં મૅચ રેફરીએ તેને નિર્ણય જણાવવા કહ્યું હતું અને તેણે પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી. જોકે પછીથી હરમનપ્રીતે પણ કહ્યું કે `આ ટૂર્નામેન્ટમાં અમારી બોલિંગ ખૂબ સારી છે એટલે સારું થયું અમને પ્રથમ બોલિંગ કરવાનો મોકો મળ્યો. અમને લક્ષ્યાંક ચેઝ કરવાનું વધુ ગમશે.'

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, પ્રતીકા રાવલ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, શ્રી ચરની, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા.

પાકિસ્તાનઃ ફાતિમા સના (કૅપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફિકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, એમન ફાતિમા, તુબા હાસન, નશરુ સંધુ સાદિયા ઇકબાલ અને ઉમ્મે-એ-હનિ.