Wed Sep 09 2026

Logo

પીએમ મોદીના નારાજ ફુફા વાળા નિવેદન પર વિપક્ષનો આકરો પ્રહાર

2026-09-06 18:28:14
Author: Chandrakant Kanoja
પીએમ મોદીના નારાજ ફુફા વાળા નિવેદન પર વિપક્ષનો આકરો પ્રહાર

નવી દિલ્હી: પીએમ મોદીના નારાજ ફુફા અને દિમાગી નકલસી વાળા નિવેદન પર વિપક્ષએ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમણે રાજકીય હુમલો કરવા માટે એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. તેમજ દર વર્ષ તે વિપક્ષને એક નવું વિશેષણ આપી દે છે. 

પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્લેટફોર્મનો ઉપયોગ 

આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)માં ભાષણમાં નારાજ ફુફા અને દિમાગી નકલસી મુદ્દે નિવેદન આપ્યું હતું. જેની બાદ  કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે યુવાનો, શિક્ષણ અને રોજગારની ચર્ચા કરવાને બદલે, વડાપ્રધાને રાજકીય હુમલો કરવા માટે પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.

સાંસદ મનોજ કુમાર ઝાએ પણ પ્રહાર કર્યા 

તેમજ  આરજેડી સાંસદ મનોજ કુમાર ઝાએ પણ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈતું હતું.

દેશના યુવાનો સાથે સંવાદ કરવો જોઈતો હતો

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને SRCC ખાતે દેશના યુવાનો સાથે સંવાદ કરવો જોઈતો હતો. શિક્ષણ, રોજગાર અને ભવિષ્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી હતી. તેના બદલે તેમણે  વિપક્ષ પર રાજકીય હુમલો કર્યો હતો. 

સરકારની જન-વિરોધી નીતિઓ યથાવત 

તેમણે ખડગેએ વડાપ્રધાન પર વિપક્ષને નિશાન બનાવવા માટે વિવિધ શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે લોકશાહીમાં વિપક્ષને પ્રશ્નોને દબાવવા માટે દર વર્ષે એક નવું વિશેષણ' આપવામાં આવે છે. તેમણે  કહ્યું કે માત્ર  વિશેષણો બદલાતા રહે છે. પરંતુ મોદી સરકારની જન-વિરોધી નીતિઓ યથાવત રહે છે.