સ્પેસ સેક્ટર સંબંધિત કંપનીઓને મંજૂરી મળી ગયા બાદ હવે ઈસરોના કર્મચારીઓને એ ચિંતા થઈ રહી છે કે, ઈસરોનું ખાનગીકરણ થઈ શકે છે. આ વિષયને લઈને ઈસરોના ચીફ પાસે આ વિષય અંગે જવાબ માગવામાં આવ્યો છે. ઈસરોના હજારો કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરનારા 9 સંગઠનોએ સ્પેસ એજન્સીના ઉત્પાદન તથા ઑપરેશન યુનિટના કામ માટે એક પ્રાયવેટ કંપનીના પ્રસ્તાવ પર સત્તાવાર જવાબ માગ્યો છે. કર્મચારી સંગઠન ઈસરોના ચેરમેન વી. નારાયણને પત્ર લખીને સ્પષ્ટતા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ પત્ર ઘણા મહિનાઓના અંતર પછી, ISRO ના GSLV રોકેટ પર પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણના થોડા કલાકો પછી મોકલવામાં આવ્યો હતો. વિવિધ ISRO કેન્દ્રોના કર્મચારી સંગઠનોએ આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. પહેલીવાર ઈસરોના કર્મચારીઓનો પ્રશ્ન એક મોટા વર્ગ સુધી પહોંચી રહ્યો છે.
ઈસરોના ચેરમનની વાત
આ લેટર પર જે યુનિયનના કર્મચારીઓની સહી છે એમાં ISRO સ્ટાફ એસોસિએશન, SHAR કર્મચારી સંગઠન, ISAC કર્મચારી સંગઠન, ISRO સ્ટાફ સંગઠન-LPSC, ISRO સ્ટાફ સંગઠન-BBU, NRSA કર્મચારી સંઘ, અવકાશ કર્મચારી સંગઠન-BBU, ISRO સ્ટાફ સંગઠન-IPRC, અને SAC કર્મચારી કલ્યાણ સંગઠનનો સમાવેશ થાય છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથરાઈઝેશન (IN SPACe) ચેરમેન પવનકુમાર ગોયેંકાએ તાજેતરના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હવે ઈસરો કોઈ જ પ્રકારના લૉંચ વ્હીકલ નહીં બનાવે અને ન એનું કોઈ ઉત્પાદન કરે. આ આખુ કામ પ્રોજેક્ટ તરીકે પ્રાયવેટ સેક્ટરને સોંપી દેવામાં આવશે અથવા PSU કરી દેવાશે. સ્મોલ સેટેલાઈટ લૉંચ વ્હીકલ સાથે આ ફેરફાર પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.
જે પોલર સેટેલાઈટ લૉંચ વ્હીકલ અને LVM3 સુધી વ્યાપ વધી શકે છે. આ લૉંચ વ્હીકલના ઉત્પાદનને અન્ય સ્થળોએ ખસેડવા, ISRO પાસેથી નિયમિત ઉપગ્રહ ઉત્પાદનનું કાર્ય દૂર કરવા અને ખાનગી કંપનીઓ માટે નવા લોન્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખોલવા અંગેના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
120 ટેક્નોલોજી ટ્રાંસફર કરી દેવાઈ
આ પત્રમાં આશરે 120 એવી ટેકનોલોજીનો ઉલ્લેખ છે જે પહેલાથી જ ISRO પાસેથી ખાનગી ક્ષેત્રમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.હવે સંગઠનના આ પત્રની ચર્ચા છેક દિલ્હી સુધી પહોંચી છે. મુદ્દો રાષ્ટ્રીય બની રહ્યો છે. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરફથી પોતાના કર્મચારીઓને લઈને જે હાલમાં વર્કફોર્સ અને ભવિષ્યમાં સરકારી ભરતી પર આ મુદ્દાની અસર અંગે ખાસ કોઈ જાણકારી આપવામાં આવી નથી. લૉંચ વ્હીકલની ડિઝાઇન, ફેબ્રિકેશન, ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ અને લોન્ચ કામગીરી ફક્ત 'મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ' નથી; તેના બદલે, તે સંસ્થાની મુખ્ય ક્ષમતાઓ, સંસ્થાકીય જ્ઞાન અને વ્યૂહાત્મક ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિશે ઈસરોના ચીફનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પણ મુદ્દો એ ચર્ચામાં છે કે, ઈસરોને સંલગ્ન જે તે વિભાગનું ખાનગીકરણ કરી દેવાશે તો આખરે કયા માપદંડને લઈ કર્મચારીઓએ પાલન કરવું પડશે.