Tue Sep 08 2026

Logo

ઇરાની તેલ ટેન્કર પર અમેરિકાનો હુમલો: CENTCOMએ જારી કર્યો વીડીયો; હેગસેથે આપી ખુલ્લી ધમકી

2026-09-06 10:12:33
Author: Mumbai Samachar Team
ઇરાની તેલ ટેન્કર પર અમેરિકાનો હુમલો: CENTCOMએ જારી કર્યો વીડીયો; હેગસેથે આપી ખુલ્લી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર તણાવ વધતો દેખાઇ રહ્યો છે. અમેરિકી રક્ષા મંત્રી હેગસેથે ઇરાનને ચેતવણી આપી છે કે જો અમેરિકી નેવીના જહાજો પર હુમલો કર્યો તો અમેરિકા ઇરાનના તેલ ટેન્કરોને નષ્ટ કરી દેશે અને સમુદ્રમાં ડૂબાડી દેશે. 

પીટ હેગસેથે ઇરાને કેમ ચેતવણી આપી?

હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરના નિવેદનને શેર કરીને કહ્યું કે જો ઇરાન અમેરિકી જહાજો પર ગોળી ચલાવશે તો તેના તેલ ટેન્કરોને નષ્ટ અને ડૂબાડી દેવામાં આવશે. તેમણે કહ્યું કે ઇરાનને ફક્ત અમેરિકી નેવી પર હુમલો નથી કરવાનો. 

કૂપરે પણ ચેતવણી આપી કે જો ઇરાનેના રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે બે અમેરિકી જહાજો પર હુમલો કર્યો કો અમેરિકી સેના 3 ઇરાની જહાજોને ટાર્ગેટ કરશે. તેમણે કહ્યું કે જરુર પડે ઇરાનના મર્યાદિત  અને ખુલ્લા તેલ કાફલાને નષ્ટ કરવાથી પાછળ નહીં હટે.

અમેરિકાએ ઇરાનના કેટલા તેલ ટેન્કરોને ટાર્ગેટ કર્યું?

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના અનુસાર શનિવારે અમેરિકી સેનાએ 3 ઇરાની ક્રૂડ ઓઇલ લઇ જતા ટેન્કરો પર હુમલો કર્યો. તેમાં એક ટેન્કર ખાર્ગ ટાપુની પાસે હતો. જે ઇરાનનું મુખ્ય નિકાસ કેન્દ્ર છે. અમેરિકી સેનાએ જણાવ્યું કે તેમાં M/T Kylo પણ સામેલ હતું. જે ઓમાનની ખાડીમાં ડૂબી ગયું. 

અમેરિકી સેનાએ ટેન્કર ડૂબાડવનો વીડિયો કેમ જાહેર કર્યો?

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે M/T Kylo પર હુમલાનો વીડિયો બહાર પાડ્યો છે. વીડિયોમાં ટેન્કર આગની જ્વાળામાં ઘેરાયેલું દેખાઇ રહ્યું છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ચાલક દળને પહેલા જહાજ છોડવાનો નિર્દેશ આપવામા આવ્યો હતો અને ત્યારબાદ જહાજને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરી દેવાયું. CENTCOMએ કહ્યું કે અમેરિકી સૈનિકોની કાર્યવાહી બાદ M/T Kylo ઓમાનની ખાડીમાં ડૂબી ગયું. અમેરિકાના અનુસાર આ કાર્યવાહી ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ તરફથી અમેરિકી નેવીના બે જહાજો અને બેલેસ્ટિક મિસાઇલો છોડ્યા બાદ કરવામાં આવી.

ખર્ગ ટાપુ પાસે ટેન્કર હુમલામાં શું થયું?

ઇરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તસ્નીમે દાવો કર્યો છે કે ખર્ગ પાસે એક ટેન્કર પર ચાર અમેરિકી મિસાઇલો છોડવામાં આવી હતી. સ્થાનિક સૂત્રોને ટાંકીને એજન્સીએ જણાવ્યું હતું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટેન્કરના ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દાવાઓની તત્કાલ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.