Wed Sep 09 2026

Logo

વન-ડે વર્લ્ડ કપ અને બાપુનો જન્મદિન...આઇસીસીએ કદાચ કંઈક મોટી યોજના વિચારી છે

Dubai   2026-08-16 16:06:20
Author: Ajay Motiwala
વન-ડે વર્લ્ડ કપ અને બાપુનો જન્મદિન...આઇસીસીએ કદાચ કંઈક મોટી યોજના વિચારી છે

ICC World Cup 2027, ODI World Cup, Mahatma Gandhi, South Africa Cricket, ICC Cricket News


દુબઈઃ 2027ના ઑક્ટોબર મહિનામાં વન-ડેનો વર્લ્ડ કપ શરૂ થવાનો છે, પરંતુ એનો આરંભ કયા દિવસે થશે એ જાણીને ઘણાને નવાઈ લાગશે અને એ આશ્ચર્યની સાથે તેઓ ગર્વ પણ અનુભવશે.

વાત એવી છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2027નો વિશ્વ કપ બીજી ઑક્ટોબરે (મહાત્મા ગાંધીના જન્મદિનના અવસરે) શરૂ કરવા માગે છે. એક અહેવાલ અનુસાર આઇસીસી વિશ્વને એક ખાસ સંદેશ આપવાના ઇરાદાથી એ જ દિવસે પ્રથમ મૅચ રાખવા માગે છે.

2027નો વન-ડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયામાં સંયુક્ત રીતે યોજાવાનો છે. ખાસ કરીને સાઉથ આફ્રિકા એ દેશ છે જ્યાં ગાંધીજી (Gandhiji) આઝાદીની ચળવળ શરૂ કરતા પહેલાં 21 વર્ષ રહ્યા હતા અને ત્યાંથી તેમણે ભારતને સ્વતંત્રતા અપાવવાનો સંકલ્પ કર્યો હતો. સાઉથ આફ્રિકામાં બે દાયકા બાદ આ મોટી ઇવેન્ટ પાછી આવી રહી છે અને સૌ જાણે છે કે એ દેશમાં બાપુની કેટલી બધી લોકપ્રિયતા છે. નેલ્સન મંડેલાએ બાપુનો રાહ અપનાવીને શ્વેત શાસકોના હાથમાં સાઉથ આફ્રિકાને (અશ્વેત પ્રજાને) આઝાદી અપાવી હતી. આઇસીસી એ ક્રિકેટક્રેઝી દેશમાં ગાંધીજીના જન્મદિવસથી વર્લ્ડ કપ શરૂ કરાવીને દુનિયાને એકતા અને અહિંસાના બાપુના સંદેશથી ફરી વાકેફ કરવા માગે છે.

સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ કહેવાય છે કે આઇસીસી વૉર્મ-મૅચો બાદ આઠમી ઑક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ કરવા વિચારતી હતી, પણ હવે એ વૉર્મ-અપ મૅચો સપ્ટેમ્બરના અંતમાં રાખીને બીજી ઑક્ટોબરથી વિશ્વ કપનો આરંભ કરવા વિચારે છે. 14 દેશ વચ્ચેના વર્લ્ડ કપની ફાઇનલ 21મી નવેમ્બરે રમાશે એવી સંભાવના છે.