Sun Sep 06 2026

Logo

ગૉલ્ફર ટાઇગર વૂડ્સ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રિલેશનશિપમાં છે

Washington dc   2026-03-28 21:21:29
Author: Ajay Motiwala
ગૉલ્ફર ટાઇગર વૂડ્સ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે રિલેશનશિપમાં છે

વૉશિંગ્ટનઃ શુક્રવારે કાર અકસ્માતનો ભોગ બનેલા ગૉલ્ફની રમતના લેજન્ડ ટાઇગર વૂડ્સની નવી રિલેશનશિપ વિશે ઘણાને જાણ નહીં હોય કે ટાઇગર અને અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા (Vanessa) રિલેશનશિપમાં છે અને ટાઇગર (Tiger)ની બીજી એક વાત એ જાણવા મળી છે કે વેનેસાની 18 વર્ષીય પુત્રી કાઇ (Kai) ટ્રમ્પ ટાઇગરની ડાઇ-હાર્ડ ફૅન છે.

અમેરિકાના ગૉલ્ફર ટાઇગર વૂડ્સને ચોથો કાર અકસ્માત નડ્યો છે. તે સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી અને દૂર ફંગોળાઈ ગઈ હતી. ટાઇગરની ધરપકડ કરવામાં આવી હતી, પણ થોડા કલાકો બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

વેનેસા ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના પુત્ર ડૉનલ્ડ ટ્રમ્પ જુનિયરની ભૂતપૂર્વ પત્ની છે. ડૉનલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસાના 2005માં લગ્ન થયા હતા અને 2018માં તેમણે ડિવૉર્સ લીધા હતા. વેનેસા અને ટાઇગર વૂડ્સ વચ્ચે એક વર્ષ કરતાં વધુ સમયથી રિલેશનશિપ છે. 2025ના માર્ચમાં ટાઇગરે વેનેસા સાથેના સંબંધોને સોશ્યલ મીડિયામાં પુષ્ટિ આપી હતી.

ડૉનલ્ડ ટ્રમ્પ જુનિયરથી વેનેસાને પાંચ બાળકો થયા હતા જેમાં કાઇ ટ્રમ્પ સૌથી મોટી છે. કાઇ ટ્રમ્પ પણ ગૉલ્ફર છે.