Wed Oct 14 2026

Logo

તુલા રાશિમાં ત્રિગ્રહી યોગ: ચાર દિવસ બાદ સૂર્ય, બુધ અને શુક્ર બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે ધનવર્ષા...

2026-10-13 15:48:08
Author: Darshana Visaria
તુલા રાશિમાં ત્રિગ્રહી યોગ: ચાર દિવસ બાદ સૂર્ય, બુધ અને શુક્ર બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે ધનવર્ષા...

વૈદિક જ્યોતિષ મુજબ ઓક્ટોબર મહિનામાં ગ્રહોની ચાલમાં મોટો અને દુર્લભ ફેરફાર થવા જઈ રહ્યો છે. 17મી ઓક્ટોબર, 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં દૈત્યગુરુ શુક્ર અને બુદ્ધિના દાતા બુધ પહેલાથી જ બિરાજમાન છે. 

આ ત્રણેય મુખ્ય ગ્રહો એકસાથે આવવાથી તુલા રાશિમાં શક્તિશાળી ત્રિગ્રહી યોગ રચાશે. આ સંયોગથી બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ યોગનો અદ્ભુત ત્રિવેણી સંગમ સર્જાશે, જે ખાસ કરીને ચાર રાશિના જાતકો માટે પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 17મી ઓક્ટોબરના સૂર્ય તુલા રાશિમાં ગોચર કરીને ત્રિગ્રહી અને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે સાથે જ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ રચાશે. શુક્ર અને બુધની યુતિથી પહેલાંથી જ સક્રિય લક્ષ્મી નારાયણ યોગને કારણે સૂર્યના આગમનથી વિશેષ બળ મળશે. આ યોગ મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર અસર કરશે, જેને કારણે ચાર રાશિઓ માટે આ સમયગાળો વિશેષ ફળદાયી સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

તુલાઃ
તમારી જ રાશિમાં આ ત્રિગ્રહી યોગ બની રહ્યો હોવાથી સામાજિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવશે. કાર્યસ્થળ પર નવી અને મોટી જવાબદારીઓ મળશે, જેને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. જૂના રોકાણોમાંથી આવક ચાલુ રહેશે અને કમાણીના નવા માર્ગો ખુલશે. નવો વેપાર કે સાહસ શરૂ કરવા માટે આ ઉત્તમ સમયગાળો છે.

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ યુતિ સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ લાવશે. નોકરી અને વ્યવસાયમાં તમે જે પરિણામોની રાહ જોઈ રહ્યા હતા તે હવે સાકાર થશે, જેનાથી માનસિક શાંતિ મળશે. વેપારમાં તમારી પકડ વધુ મજબૂત થશે અને અટવાયેલા નાણાં અચાનક પરત મળવાના સંકેત છે. પરિવારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ રહેશે.

મકરઃ
મકર રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ જીવનમાં સકારાત્મક વળાંક લાવશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ પદ કે પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા છે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. આવકમાં નોંધપાત્ર વધારો થવાથી ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. નવું મકાન, જમીન કે નવું વાહન ખરીદવાના મજબૂત યોગ બની રહ્યા છે.

કર્કઃ
કર્ક રાશિના લોકો માટે નાણાકીય સ્થિતિ અત્યંત મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે. પરિવારમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે. નોકરી કરતા લોકોને પગારવધારા સાથે પ્રમોશન મળી શકે છે. બેરોજગાર યુવાનોને મનપસંદ નવી નોકરીની ઓફર મળશે અને અંગત સંબંધીઓ તરફથી પૂરો સાથ-સહકાર મળશે.