Mon Aug 17 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, બે કલાકમાં ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ અને બારડોલીમાં ત્રણ ઇંચથી વરસાદથી પાણી જ પાણી

2026-07-31 12:42:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે 10 થી 12ના બે કલાકમાં ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ અને બારડોલીમાં ત્રણ ઇંચથી વરસાદથી પાણી જ પાણી થઈ ગયું છે.

2 કલાકમાં 94 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે  સવારે 10 થી 12ના સમયગાળામાં 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  બે તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, ચાર તાલુકામાં બે ઇંચથી વધારે, 22 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.  

ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ

સુરતના ઉમરપાડામાં 3.43 ઇંચ, સુરતના બારડોલીમાં 3.03 ઇંચ, નવસારીમાં 2.91 ઇંચ, સુરતના પલસાણામાં 2.83 ઇંચ, આણંદના ખંભાતમાં 2.76 ઇંચ, સુરતના અરેઠમાં 2.17 ઇંચ વરસાદ ખાબક્યો છે.

તાપીના વ્યારામાં 1.97 ઇંચ, નવસારીના જલાલપોરમાં 1.93 ઇંચ, તાપીના ડોલવણમાં 1.89 ઇંચ, ભરૂચના ઝઘડિયામાં 1.73 ઇંચ, તાપીના વાલોડમાં 1.73 ઇંચ, આણંદના બોરસદમાં 1.65 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 1.65 ઇંચ, સુરતના મહુવામાં 1.61 ઇંચ, સુરતના ઓલપાડમાં 1.61 ઇંચ, સુરતના માંડવીમાં 1.61 ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં 1.57 ઇંચ, ખેડાના વસોમાં 1.50 ઇંચ, આણંદના તારાપુરમાં 1.42 ઇંચ, આણંદના પેટલાદમાં 1.34 ઇંચ, સુરત શહેરમાં 1.26 ઇંચ, ખેડાના નડીયાદમાં 1.18 ઇંચ, ભરૂચમાં 1.18 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.18 ઇંચ, ભરૂચના વાલિયામાં 1.10 ઇંચ, ડાંગના સુબીરમાં 1.02 ઇંચ, તાપીના નિઝારમાં 0.98 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 0.94 ઇંચ, ભરૂચના હાંસોટમાં 0.94 ઇંચ, ખેડાના માતરમાં 0.91 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 0.71 ઇંચ, સુરતના અંબિકામાં 0.71 ઇંચ, નવસારીના ગણદેવીમાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.