નવી દિલ્હી: લોકસભામાં એન્ટી પેપર લીક બિલની ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર સાથે કર્યો હતો. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે વિરોધીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે ગૃહમાં હોબાળો મચી ગયો. જ્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને ગૃહની માફી માંગવા જણાવ્યું હતું.
ગૃહમંત્રી ડરી ગયા
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના કહેવાતા ગૃહમંત્રીમાં અહીં આવીને બેસવાની હિંમત નથી. મેં તેમનો કાફલો જોયો ત્યાં 30 વાહનો હતા. ગૃહમંત્રી ડરી ગયા છે. જેના કારણે તેઓ આજે અહીં નથી આવ્યા. તેમજ યુવાનોને પેલેટ મારવાનો આદેશ આપ્યો હતો.
કિરેન રિજિજુએ કહ્યું આવું નિવેદન સંસદ માટે અયોગ્ય
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના નિવેદન પર આક્રોશમાં પ્રતિક્રિયા આપી હતી.તેમણે ટિપ્પણી કરી કે આવું નિવેદન સંસદ માટે અયોગ્ય છે અને રાહુલ ગાંધી કયા આધારે આવો દાવો કરી રહ્યા છે.
નિવેદન માટે તમારે માફી માંગવી જોઈએ
આ વિવાદ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતાને બિલ પર બોલવા વિનંતી કરી. તેમને વ્યક્તિઓનું નામ લીધા વિના તપાસની ચર્ચા કરવાની સલાહ આપી. રિજિજુએ કહ્યું અમે શરૂઆતથી જ આ કહી રહ્યા છીએ.ગૃહ પ્રધાનનું નામ લઈને આપેલા નિવેદન માટે તમારે માફી માંગવી જોઈએ.