Wed Jul 29 2026

Logo

આજે ગુરુ પૂર્ણિમા પર શુક્રનું નક્ષત્ર પરિવર્તન! આ ચાર રાશિઓનું ચમકશે કિસ્મત, મળશે બમ્પર ધનલાભ!

2026-07-29 16:40:21
Author: Darshana Visaria
Article Image

આજે 29મી જુલાઈ 2026ના પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે 4.56 કલાકે ધન-વૈભવ અને સુખના દાતા ગણાતા શુક્ર ગ્રહે સૂર્યના નક્ષત્ર એવા 'ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર'માં પ્રવેશ કરી લીધો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના સ્વામી સૂર્યદેવ છે. શુક્ર આગામી 11મી ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં બિરાજમાન રહેશે, ત્યારબાદ તેઓ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે.

શુક્રના આ નક્ષત્ર ગોચરની પ્રત્યક્ષ અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ ચાર એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના માટે આ સમયગાળો કરિયર, આર્થિક ઉન્નતિ અને અંગત જીવનની દ્રષ્ટિએ અત્યંત શાનદાર અને ફળદાયી સાબિત થવાનો છે. ચાલો જાણીએ કઈ ચાર રાશિઓ માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન વરદાનરૂપ સાબિત થશે... 

મેષઃ
મેષ રાશિના જાતકો માટે 11મી ઓગસ્ટ સુધીનો સમય અતિ ઉત્સાહવર્ધક અને સફળતાથી ભરેલો રહેશે. કરિયરમાં તમે સફળતાના નવા શિખરો સર કરશો. ભાગ્યનો પૂરો સાથ મળવાથી તમારા દરેક અટકેલા કામો ઝડપથી પૂરા થશે. નાણાકીય સ્થિતિમાં મોટો સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી પરેશાન કરતી કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળવાથી તમે માનસિક રાહત અનુભવશો.

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર ગોચર બહુપક્ષીય લાભ લઈને આવ્યું છે. નોકરીમાં તમારું પ્રદર્શન શાનદાર રહેશે અને વરિષ્ઠ અધિકારીઓ તથા બોસ તમારા કામના ખુલ્લા મનથી વખાણ કરશે. વેપારમાં મબલખ નફો કમાઈ શકશો. પ્રેમ જીવનમાં ચાલી રહેલી ગેરસમજો કે સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવશે. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને ભવિષ્ય માટે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે.

ધનઃ
ધન રાશિના જાતકોનું ભાગ્ય શુક્રના પ્રભાવથી ચમકી ઉઠશે. જે લોકો લાંબા સમયથી નવી કે સારી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તેમને મનપસંદ કંપનીમાંથી ઉત્તમ ઓફર મળી શકે છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે. લવ પાર્ટનર સાથેના સંબંધો વધુ ગાઢ અને મધુર બનશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવાના યોગ છે અને ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે.

મીનઃ
મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાના અવસરે શુક્રનું આ ગોચર અત્યંત શુભ અને મંગળકારી સાબિત થશે. તમારા પેન્ડિંગ કાર્યો ગતિ પકડશે. જો કોઈ કાનૂની કે કોર્ટ-કચેરીનો મામલો ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. લાંબા સમયથી ચાલતી કોઈ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યામાંથી છુટકારો મળશે. કૌટુંબિક વિવાદો ઉકેલાઈ જશે અને અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવો આવી શકે છે.