ન્યૂ યૉર્કઃ મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર હાલમાં ટેનિસ રમવામાં થોડો નર્વસ છે, જેનું કારણ એ છે કે તે નિવૃત્તિ પછી પાંચ વર્ષે પાછો રમવા આવી રહ્યો છે.
45 વર્ષનો ફેડરર (Federer) 20 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે. તે ફિટ જણાઈ રહ્યો છે, પણ તે રિટાયરમેન્ટ પાછું ખેંચીને નહીં, પણ માત્ર એક ફ્રેન્ડલી (Friendly) મૅચ રમવા પાછો ટેનિસ કોર્ટ પર ઊતરી રહ્યો છે. તે છેલ્લી ગૅ્રન્ડ સ્લૅમ વિમ્બલ્ડનમાં 2021માં રમ્યો હતો.
ભારતીય સમય મુજબ બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યે ન્યૂ યૉર્કના આર્થર ઍશ સ્ટેડિયમમાં ફેડરરની એકમાત્ર સિંગલ્સ મૅચ ભૂતપૂર્વ અમેરિકી ખેલાડી ઍન્ડ રૉડિક સામે અને ડબલ્સ મૅચ રૉડિક અને આન્દ્રે ઍગાસી વિરુદ્ધ રમાશે. ફેડરર એ ડબલ્સમાં જૉન મૅકેન્રો સાથેની જોડીમાં રમશે.
અમેરિકાની યુએસ ઓપનમાં ફેડરર છેલ્લે 2019માં રમ્યો હતો જેની ક્વૉર્ટર ફાઇનલમાં તેનો ગ્રિગૉર દિમિત્રોવ સામે પરાજય થયો હતો. એ પહેલાં, એ જ વર્ષમાં તે બે મોટી મૅચમાં અનુક્રમે રાફેલ નડાલ તથા નોવાક જૉકોવિચ સામે હાર્યો હતો. નડાલ નિવૃત્ત થઈ ગયો છે, પણ જૉકોવિચ હજી પ્રોફેશનલ ટેનિસ રમે છે.