વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ, સાહસ, ઉર્જા, પરાક્રમ, રક્ત અને જમીન-મિલકતના કારક માનવામાં આવે છે. હાલમાં મિથુન રાશિમાં ભ્રમણ કરી રહેલા મંગળદેવ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. પંચાંગ અનુસાર, 18મી સપ્ટેમ્બર, 2026ના રોજ મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં ગોચર કરશે.
સામાન્ય રીતે કોઈપણ ગ્રહ પોતાની નીચ રાશિમાં નિર્બળ બને છે, પરંતુ કર્ક રાશિમાં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) બિરાજમાન હોવાથી મંગળનું નીચત્વ ભંગ થશે અને એક અત્યંત શુભ તથા પ્રભાવશાળી 'નીચભંગ રાજયોગ'નું નિર્માણ થશે. આ રાજયોગના શુભ પ્રભાવથી કેટલીક રાશિઓના જાતકો માટે પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના નવા દરવાજા ખુલશે. ચાલો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ...
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર નવી શરૂઆત અને પ્રગતિ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં નવી બિઝનેસ ડીલ્સ સાઈન કરવાની ઉત્તમ તકો મળશે. વેપારમાં ચાલી રહેલી લાંબા સમયની અડચણો દૂર થશે. અણધાર્યો આર્થિક લાભ થવાના પ્રબળ સંકેત છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર બનશે અને સંપત્તિ-જમીન સંબંધિત વિવાદોનો સુખદ ઉકેલ આવશે.
કુંભઃ
કુંભ રાશિના લોકો માટે આ સમય કરિયર અને રોજગાર ક્ષેત્રે ઊંચી છલાંગ લગાવનારો સાબિત થશે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે, જેથી કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે અને વેપાર વિસ્તારવાનું સપનું પૂરું થશે. જોકે, મોટા નિર્ણયો લેતી વખતે ઉતાવળ કરવાથી બચવું.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર અંગત અને વ્યાવસાયિક જીવનમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે. દાંપત્યજીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી સાથે યાદગાર સમય વિતાવી શકશો. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. સરકારી કામકાજમાં સફળતા મળશે અને વેપારમાં મોટો આર્થિક નફો થશે. ક્રોધ પર સંયમ રાખવો સલાહભર્યું છે.