Mon Oct 05 2026

Logo

જન્માષ્ટમી પર અનેક વર્ષો બાદ ગ્રહોનો દુર્લભ મહાસંયોગ! 'ત્રિગ્રહી' અને 'બુધાત્યિ રાજયોગ' સાથે શનિ વક્રી, આ ત્રણ રાશિઓનું ચમકશે ભાગ્ય

2026-09-04 16:55:01
Author: Darshana Visaria
જન્માષ્ટમી પર અનેક વર્ષો બાદ ગ્રહોનો દુર્લભ મહાસંયોગ! 'ત્રિગ્રહી' અને 'બુધાત્યિ રાજયોગ' સાથે શનિ વક્રી, આ ત્રણ રાશિઓનું ચમકશે ભાગ્ય

આજે ચોથી સપ્ટેમ્બર, 2026 ના રોજ સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો પાવન પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે જન્માષ્ટમી પર ગ્રહોની સ્થિતિ અત્યંત દુર્લભ અને પ્રભાવશાળી બની રહી છે. ન્યાયના દેવતા શનિદેવ વક્રી ચાલ ચાલી રહ્યા છે, જ્યારે સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુની યુતિથી 'ત્રિગ્રહી યોગ' તેમજ સૂર્ય-બુધના સંયોગથી અત્યંત શુભ 'બુધાદિત્ય રાજયોગ' રચાઈ રહ્યો છે.

જ્યોતિષાચાર્યોના મતે, જન્માષ્ટમીના પાવન દિવસે ગ્રહોનો આવો અદભુત સંગમ અનેક દાયકાઓ બાદ જોવા મળ્યો છે. આ શુભ ગ્રહદશાથી મુખ્યત્વે ત્રણ રાશિઓના જાતકોને કારકિર્દી, ધનલાભ અને વેપારમાં અણધાર્યા લાભ મળવાના મજબૂત સંકેતો છે.

તુલા:

તુલા રાશિના જાતકો માટે વક્રી શનિ અને સિંહ રાશિનો ત્રિગ્રહી યોગ અત્યંત સકારાત્મક પરિણામો આપશે. તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમમાં જબરદસ્ત વધારો થશે. રોજી-રોજગાર અને કરિયરમાં નવી પ્રગતિ થશે. આ સમયગાળામાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નોકરિયાત વર્ગને આવક વધારા સાથે પ્રમોશન મળવાના પ્રબળ યોગ છે. પરિવારના સહયોગથી વેપારમાં વૃદ્ધિ થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.

મિથુન:

મિથુન રાશિ માટે આ ગ્રહ સંયોગ ઉત્તમ ફળદાયી રહેશે. વાણીમાં મધુરતા અને પ્રભાવ વધશે, જેનાથી અટકેલા કામો પાર પડશે. કાર્યસ્થળ પર તમારી મહેનતની યોગ્ય કદર થશે અને મનવાંછિત પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. પરિવારમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે. રોકાણ માટે શ્રેષ્ઠ તકો મળશે જે ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવશે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ જ્યોતિષીય સંયોગ સામાજિક માન-પ્રતિષ્ઠા અને પદ વધારનારો સાબિત થશે. પરિવારમાં સુખ-શાંતિ અને સ્થિરતાનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રે કોઈ મોટો પ્રોજેક્ટ કે મહત્વપૂર્ણ પદની જવાબદારી સોંપાઈ શકે છે. આકસ્મિક ધનલાભ થવાથી બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો થશે. વેપારીઓને બિઝનેસ વિસ્તરણની નવી તકો મળશે અને વ્યવસાયિક યાત્રાઓ લાભદાયી નીવડશે.