સાઉથ અને બોલિવૂડ સિનેમામાં પોતાની શાનદાર એક્ટિંગથી લાખો દિલ જીતનારી જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કાજલ અગ્રવાલે પોતાની ફિલ્મી કરિયર દરમિયાન બનેલી એક એવી ચોંકાવનારી અને ડરામણી ઘટનાનો ખુલાસો કર્યો છે, જેને યાદ કરીને આજે પણ તેના અવાજમાં ધ્રુજારી આવી જાય છે.
કાજલ અગ્રવાલે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો ફિલ્મના સેટ પરના ડરામણા અનુભવ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ફિલ્મના સેટ પર એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે એક્ટ્રેસ સામે અચાનક પોતાનું શર્ટ ઉતારી દીધું હતું, જેથી એક ક્ષણ માટે કાજલ ભારે આઘાતમાં સરી પડી હતી અને તેના પગ ધ્રૂજવા લાગ્યા હતા.
ઈન્ટરવ્યુમાં કાજલ અગ્રવાલે આ ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ દરમિયાન સેટ પર કામ કરી રહેલો એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તેનો બહુ મોટો ફેન હતો. તે શૂટિંગ દરમિયાન સતત કાજલની આસપાસ જ રહેતો હતો. એક દિવસે પેક-અપ થયા પછી જ્યારે બધા જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર અચાનક કાજલ પાસે આવ્યો અને તેણે કોઈ જ વાત કર્યા વગર એકાએક પોતાની શર્ટ ઉતારી દીધી. સેટ પર અચાનક કોઈ વ્યક્તિને પોતાની સામે આ રીતે કપડાં ઉતારતો જોઈને કાજલ અત્યંત ડરી ગઈ હતી અને તેના પગ ધ્રૂજવા લાગ્યા હતા.
કાજલે આગળ જણાવ્યું હતું કે, જ્યારે તેણે ડરતાં ડરતાં જોયું તો તે આસિસ્ટન્ટ ડાયરેક્ટરે પોતાની છાતી અને પીઠ પર કાજલ અગ્રવાલના ફેસનું ટેટૂ કરાવ્યું હતું અને તે એક્ટ્રેસને પોતાનું આ ટેટૂ બતાવવા માંગતો હતો. પોતાના પ્રત્યેની આવી ક્રેઝી ફેન ફોલોઈંગ જોઈને કાજલ એક તરફ અવાચક રહી ગઈ હતી, પણ સાથે જ તે ક્ષણે ખૂબ ડરી પણ ગઈ હતી. એક્ટ્રેસે જણાવ્યું કે પોતાના ફેન્સનો આવો ક્રેઝ અને પાગલપન જોઈને તે અનોખી લાગણી અનુભવે છે, પરંતુ સેટ પર અચાનક બનેલી આ ઘટના તે ક્યારેય ભૂલી શકી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ કાજલ ટૂંક સમયમાં જ ફિલ્મ રામાયણમાં મંથરાના રોલમાં જોવા મળશે. આ સિવાય કાજલે અજય દેવગણ સાથે ફિલ્મ સિંઘમ અને સ્પેશિયલ 26માં પણ કારણ કર્યું હતું. હવે ફેન્સ માટે કાજલને મંથરા જેવા રોલમાં જોવા માટે આતુર છે.