રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ હૃદય પરિવર્તનનો અમૂલ્ય અવસર છે. પર્યુષણ એ ગુરુના સાંનિધ્યમાં સત્યની સમજ પ્રાપ્ત કરી, ભૂલોનો એકરાર કરી, હૃદયને સ્નાન કરાવવાનો શુભ અવસર છે.
પર્યુષણના ચતુર્થ દિવસે ‘પરિગ્રહ’ની અનુપ્રેક્ષા કરી, introspection કરી, પરિગ્રહના આગ્રહનો પ્રભુ સમક્ષ એકરાર કરી, પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવાનો કરાર કરવાનો છે. પરિગ્રહ એક એવો ગ્રહ છે જે ‘રાહુ’ જેવો ગ્રહ બની નડી પણ શકે છે અને ‘ગુરુ’ જેવો ગ્રહ બની ઉન્નત પણ બનાવી શકે છે.
પરિગ્રહનો સમ્યક્ ઉપયોગ એટલે પરમાર્થની શુભ ભાવના અને અર્પણતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવાની પુણ્યશાળી તક! પરિગ્રહનો અસમ્યક્ ઉપયોગ એટલે સ્વાર્થની ભાવના અને સ્વયંના સુખ માટે સંપત્તિનો ઉપયોગ કરવો!
સંપત્તિનો ઉપયોગ જ્યારે માત્ર ને માત્ર સ્વયંના સુખ માટે જ વપરાય છે ત્યારે તે સંપત્તિ અસૂરી કહેવાય છે અને પાપનો બંધ કરાવે છે.
સંપત્તિનો ઉપયોગ જ્યારે અન્યને સુખી કરવા માટે, અન્યનાં દુ:ખ દૂર કરવા માટે, ધર્મ માટે, અર્પણ થાય ત્યારે તે પુણ્યનો બંધ કરાવે છે.
પરિગ્રહનો નિયમ હોય છે, જો એ સૂરી હોય તો તમને સુખી કરે અને અસૂરી હોય તો તમને દુ:ખી કરે. સંપત્તિ જો ભાગ્યની હોય તો સૌભાગ્ય વધારે અને ભાગ્યની ન હોય તો છીનવાઈ જાય.
પરિગ્રહ હંમેશાં નખ જેવો હોય છે. નખ જ્યારે વધી જાય, ત્યારે તેને cut ન કરીએ તો સ્વયંને જ વાગે, એમ સંપત્તિ જ્યારે સ્વયંની જરૂરિયાતથી વધારે હોય અને તેનો ઉપયોગ અન્યને સુખી કરવા માટે ન વપરાય તો તે સંપત્તિ ક્યારેક સ્વયંની પીડાનું કારણ બની જાય, એ સંપત્તિ hospitalમાં કે સંતાનો દ્વારા અયોગ્ય માર્ગે પણ વપરાઈ શકે છે.
કેટલાક પરિગ્રહ આપણી પીડાને વધારે અને કેટલાક પરિગ્રહ પરમાર્થ કરાવી, પુણ્યને વધારે!
આજ સુધી શું કર્યું છે? સંપત્તિનો પરિગ્રહ કર્યો છે કે એ સંપત્તિમાંથી પુણ્ય ઉપાર્જન કર્યું છે?
પરિગ્રહ જેને ડંખે, એ જ પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવી શકે.
પરિગ્રહ માત્ર સંપત્તિનો ન હોય, પરિગ્રહ લાગણીનો હોય, ઇચ્છાનો હોય, વસ્તુઓનો હોય, પદનો હોય, પ્રતિષ્ઠાનો હોય... અનેક પ્રકારના પરિગ્રહ હોય અને એ પરિગ્રહ જ અહંકાર અને ઈર્ષ્યા નામના દોષોને જન્માવે છે અને આત્માને ભૂલાવે છે. આજે પરિગ્રહ ભાવોની અનુપ્રેક્ષા કરતાં-કરતાં, પ્રભુ સમક્ષ વિનયભાવે વંદન કરી, સર્વ પ્રકારના પરિગ્રહ ભાવોનું तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि अने अप्पाणं वोसिरामि કરી ધ્યો, એકરાર કરતાં-કરતાં હૃદયને પસ્તાવાના જલથી સ્નાન કરાવી, શુદ્ધ કરી ધ્યો.
પરિગ્રહને પુણ્ય પરિગ્રહ કેવી રીતે બનાવી શકાય?
જગતમાં ત્રણ પ્રકારની વ્યક્તિઓ હોય.
1. જ્યારે એની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો, પ્રથમ કોઈના પર blame કરે અને પછી police complain કરે.
2. જ્યારે એની કોઈ વસ્તુ ખોવાય જાય, ત્યારે ભાવના ભાવે જેની પાસે હોય, એનું ભલું થાય, એ સુખી થાય.
3. ત્રીજા પ્રકારની વ્યક્તિ પ્રભુને પ્રાર્થના કરે, જે વસ્તુ મારી પાસે હોય, એ મારા કરતાં, એની જેને વધારે જરૂર હોય, તેને પ્રાપ્ત થજો.
Check yourself... તમે કઈ categoryમાં આવો છો?
એક દિવસ એક carpenterને¡ Indiaથી Africa“p remote villageમાં transfer થયેલાં doctorના ઘરનો સામાન pack કરી, parcel કરવાની duty મળી હતી. Carpenter ભાઈ બધાંનું ભલું થજો... બધાંનું ભલું થજો... એવા શુભ ભાવ સાથે સામાન pack કરતા હતા. બધો સામાન pack થઈ ગયો અને એમણે Africa parcel કરાવી દીધો.
થોડી વાર પછી એને specsની જરૂર પડી. આસપાસ દરેક possible placesમાં જોયું પણ ક્યાંય specs ન મળ્યાં.
એ ભાઈએ ન કોઈના પર આક્ષેપ કર્યો કે ન આકુળ-વ્યાકુળ થયા. એમણે શાંતિથી ભગવાનને પ્રાર્થના કરી, ‘ભગવાન મારા specs, મારા કરતાં જેને વધારે જરૂર હોય, તેમને પ્રાપ્ત થજો!’ અને એ ભાઈ એમના workમાં busy થઈ ગયા.
આ બાજુ બન્યું એવું કે Africaમાં doctorના specs તૂટી ગયાં. Remote areaમાં હોવાથી નવા specs લાવવા કે મગાવવા બહુ difficult હતાં. એટલે એમણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન! Specs વિના હું operations કેવી રીતે કરી શકીશ અને હું નવાspecs ક્યાંથી અને કેવી રીતે મગાવું એ સમજાતું નથી, ભગવાન! આપ કંઈક કૃપા કરજો!
બીજે દિવસે Indiaથી એમનું parcel આવ્યું. એમણે parcel open કર્યું એક પછી એક વસ્તુઓ બહાર કાઢી ત્યાં એમના હાથમાં એક specs આવ્યાં. એમણે પહેરીને જોયાં, બરાબર થઈ ગયાં, Size અને number perfect set થઈ ગયાં. એમણે ભાવથી ભગવાનનો આભાર માન્યો. એ specs પહેરી, તેઓ comfortably એક પછી એકoperations કરવા લાગ્યા.
થોડા મહિના પછી તેઓ India આવ્યા. એક functionમાં એમને જવાનું હતું, ત્યાં ગયા. થોડીવાર પછી પેલા carpenter ભાઈ પણ એ functionમાં આવ્યા. એમની નજર doctorના specs પર ગઈ અને તરત જ ઓળખી ગયા કે આ તો મારા specs છે, કેમ કે એના specsમાં એક spot હતો. એમણે doctorને પૂછયું, Doctor સાહેબ! આપની પાસે આ specs ક્યાંથી આવ્યાં?
Doctor એ પણ સરળ ભાવે કહ્યું, ‘ભગવાને મોકલાવ્યાં છે !’
જ્યારે મને સખત જરૂર હતી ત્યારે પરમાત્માની કૃપાથી આ specs મારી પાસે આવ્યાં અને મેં એનાથી 1200થી 1500 જેટલાં operations કરી, કેટલાં બધાંને શાતા પમાડી છે, જીવનદાન આપ્યું છે, પણ તમે મને કેમ આ પ્રશ્ર્ન પૂછો છો?
Carpenter ભાઈએ કહ્યું, ‘સાહેબ, જ્યારે હું તમારો સામાન pack કરતો હતો ત્યારે સામાન સાથે મારાં આ specs પણ pack થઈ ગયાં અને તમારી પાસે પહોંચી ગયાં.’
‘મેં ભગવાનને પ્રાર્થના કરી હતી, મારા કરતાં જેને વધારે જરૂર હોય તેમને મળજો!’ અને ભગવાને તમારા સુધી પહોંચાડી દીધાં. બંને એકબીજાને ભીની આંખે ભેટી પડ્યાં અને ભગવાનનો ઉપકાર માન્યો.
હવે વિચાર કરો,
Doctor એ જે 1200-1500 operations કર્યાં એનું પુણ્ય doctorને વધારે મળ્યું હશે કે carpenter ભાઈને?
‘અજાણતાં પણ જ્યારે તમારો પરિગ્રહ છૂટે છે ત્યારે તે જાણી જોઈને પુણ્ય બનીને તમારી પાસે return આવે છે.’
જો ભાવ શુભ અને ભાવના પરમાર્થની હોય તો તમારી ખોવાયેલી વસ્તુ પણ પુણ્ય બનીને પાછી આવે છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે જ છે, હૃદયના ભાવોનું પરિવર્તન કરાવવા, તમારા natureને change કરવા માટે!
તમારો પરિગ્રહ પુણ્ય બનવો જોઈએ કે પીડા બનવો જોઈએ? પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવા, પરિગ્રહનો મોહ છોડવો પડે. એકવાર પરિગ્રહનો મોહ છૂટે તો ‘હક’ અને હકનો આગ્રહ પણ છૂટી જાય છે.
જેનો ‘હક’ છૂટે છે, તેના luck સવાયાં થઈ જાય છે.
મળી જાય તે મજાનું... હકનું ક્યારેય માગવું નહીં, એક જ ભાવ રાખવો, મારે મારા ભાગનું નહીં, ભાગ્યનું જોઈએ છે.
પરિગ્રહ જ્યારે આગ્રહ બની જાય ત્યારે અશાંતિનું આમંત્રણ બની જાય.
જે સમજથી સમૃદ્ધ હોય, તેની સંપત્તિ હંમેશાં પુણ્યના માર્ગે વપરાતી હોય.
પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવાની સમજ આવી જાય તો પર્યુષણ સાર્થક થઈ જાય.