Tue Oct 06 2026

Logo

ચીનમાં ધ્રુજી ધરા; દાઓચેંગ પાસે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, લોકોમાં વ્યાપી દહેશત

Beijing   2026-09-28 08:23:00
Author: Vimal Prajapati
ચીનમાં ધ્રુજી ધરા; દાઓચેંગ પાસે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, લોકોમાં વ્યાપી દહેશત

બેઇજિંગઃ ચીનના દાઓચેંગથી ઉત્તરમાં 78 કિમી દૂર ભૂકંપ આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ છ. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. સામાન્ય રીતે મોટા ભાગ 4.5ની તીવ્રતાના ભૂકંપના કારણે કોઈ નુકસાન થતું નથી. આ ભૂંકપના આંચકા એટલા ખાસ અનુભવાતા પણ નથી. પરંતુ ક્યારેક તેના આંકચા અનુભવાતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ જતો હોય છે. ચીનમાં પણ વર્તમાનમાં આવેલા ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. 

સિચુઆન પ્રાંતમાં વારંવાર ભૂકંપના આંચકા નોંધાય છે

આ પહેલા પણ ચીનના સિચુઆન પ્રાતમાં 28 ઓગસ્ટે 5.0ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા લોકોને અનુભવાયા હતા. ભૂકંપ આવ્યો હોવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જો કે, તેના કારણે વધારે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નહોતી. આ ભૂકંપનું કેન્દ્ર સિચુઆન પ્રાંતમાં આવેલા લોન્ગચાંગ શહેરમાં નોંધાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સિચુઆન પ્રાતમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. અહીંના લોકો ભૂકંપને લઈને એલર્ટ મોડ પર રહેતા હોય છે. અહીં ભૂકંપ આવતાની સાથે જ લોકો ડર્યાં વિના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી જાય છે. 

 

5.0 સુધીની તીવ્રતાના ભૂકંપ કેટલા જોખમી?

ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, 5.0 સુધીની તીવ્રતા ધરાવતા ભૂકંપ બહુ વિનાશક હોતા નથી. આવા આંચકાથી કાચા મકાનો કે જૂની ઈમારતોમાં સામાન્ય તિરાડો પડી શકે છે, પરંતુ મોટા પાયે હોનારત સર્જાતી નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તુર્કીયેના દક્ષિણ-પૂર્વીય ભાગમાં પણ 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી ત્યાં પણ લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

વધુ જુઓ...